US President Donald Trump Names India And 20 Countries For Illegal Drug Production
  • Home
  • Featured
  • અમદાવાદમાં ‘નમસ્તે ટ્રમ્પ’ની મજા માણીને ગયેલા ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને આપ્યો જોરદાર આંચકો

અમદાવાદમાં ‘નમસ્તે ટ્રમ્પ’ની મજા માણીને ગયેલા ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને આપ્યો જોરદાર આંચકો

 | 10:55 pm IST

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને અન્ય 2૦ દેશોની ગેરકાયદે માદક દ્રવ્યના ઉત્પાદક કે હેરાફેરી કરનારા દેશ તરીકે ચિહિનત કર્યા છે. ટ્રમ્પે એ વાત ઉપર પણ ભાર મૂક્યો હતો કે તેમનું પ્રશાસન માદક પદાર્થો સાથે જોડાયેલા અપરાધિક સંગઠનો અને તેમના સમર્થકો સાથે અભૂતપૂર્વ જંગ લડી રહ્યા છે.

ટ્રમ્પે સાથે જ બોલિવિયા અને વેનેઝુએલામાં નિકોલસ માદુરો શાસનના છેલ્લા 12 મહિના દરમિયાન આંતરષ્ટ્રીય માદક પદાર્થ નિરોધક સમજૂતી હેઠળ પોતાની જવાબદારીનું પાલન કરવામાં સ્પષ્ટ રીતે નિષ્ફળ થયાનો પણ ઉલ્લેખ કર્યો હતો. ટ્રમ્પે કહ્યું હતું કે, આ યાદીમાં કોઈ પણ દેશ સામેલ હોય, એ જરૃરી નથી કે તેમની સરકાર માદક દ્રવ્યની વિરુદ્ધ કાર્યવાહી કે અમેરિકા સાથે સહયોગ બંધ કરે.

તેમણે કહ્યું કે અફઘાનિસ્તાન, ભારત, બહામાસ, બેલીસ, બર્મા, કોલંબિયા, કોસ્ટા રિકા અને ડોમિનિકન ગણરાજ્ય વગેરે મુખ્ય માદક પદાર્થ ટ્રાન્ઝિટ કે ગેરકાયદે ડ્રગનું ઉત્પાદન કરતા દેશો છે. ટ્રમ્પે આરોપ લગાવ્યો હતો કે આ ગોળાર્ધના સૌથી મોટા માફિયા વેનેઝુએલાના સરમુખત્યાર નિકોલસ માદુરો છે. કોલંબિયાની પોલીસ અને સૈન્ય ગળે ઉચ્ચસ્તરના માદક પદાર્થ ચોરોને નિશાન બનાવી કોકોના નાબૂદી માટે ઘણા જ બહાદુરી અને પ્રતિબદ્ધતા દેખાડી છે.

ટ્રમ્પે કહ્યું હતું કે કોકોની ખેતી અને કોકેનનું ઉત્પાદન અસ્વીકાર્ય હોય એ સ્તરે થઈ રહ્યું છે. ટ્રમ્પે તે અંગે ચિંતા વ્યક્ત કરી છે કે કોકોની ખેતી અને કોકેનના ઉત્પાદન પેરુમાં ઐતિહાસિક ઊંચાઈએ છે. જો કે પેરુ અમેરિકાને આ અંગે સહયોગી કરી રહ્યું છે. પેરુ એ ડ્રગ સામે પગલાં ભરી રહ્યું છે. તેમણે કહ્યું કે, પેરુ અમેરિકાનું એક મૂલ્યવાન કાયદા જાળવતું ભાગીદાર છે અને તેના માદક પદાર્થના વ્યાપારના તમામ પાસાઓને વિરુદ્ધ લડવાની નિરંતર પ્રતિબદ્ધતા દેખાડી છે.

મેક્સિકો કાર્યવાહી કરેઃ ટ્રમ્પ

ટ્રમ્પે કહ્યું કે, મેક્સિકોને કાર્ટેલ અને તેમના અપરાધિક વ્યાપારને ખતમ કરવાની પ્રતિબદ્ધતાને સ્પષ્ટ રીતે પ્રર્દિશત કરવી જોઈએ અને મેક્સિકો તથા અમેરિકાના નાગરિકોના જીવનનું રક્ષણ કરવું જોઇએ. યાદ રહે કે ટ્રમ્પ મેક્સિકોની સરહદે દીવાલ બનાવીને ગેરકાયદે ઇમિગ્રાન્ટોને અમેરિકામાં પ્રવેશતા રોકવા ઇચ્છે છે. જો કે ટર્મ પૂરી થવા છતાં ટ્રમ્પ એ કામ કરી શક્યા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન