Trump No Anser For Imran Khan's Phone Calls for Kashmir Issue
  • Home
  • Featured
  • કાશ્મીર મામલે હરખપદુડા ઈમરાન ખાનના ગાલ પર ડૉનાલ્ડ ટ્રમ્પે ઝીંક્યો સણસણતો તમાચો

કાશ્મીર મામલે હરખપદુડા ઈમરાન ખાનના ગાલ પર ડૉનાલ્ડ ટ્રમ્પે ઝીંક્યો સણસણતો તમાચો

 | 11:25 pm IST

કાશ્મીરમાં સ્થિતિ ઝડપથી થાળે પડી રહી છે. પરંતુ પાકિસ્તના આ મામલે ઉંબાડીયા બંધ કરવાનું નામ નથી લઈ રહ્યું. યુએન, રશિયા, અમેરિકા, યુએઈ સહિતના દેશોએ પાકિસ્તાનને ઝાટકો આપી ચુક્યા છે. હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના ગાલ પર સણસણતો તમાચો ઝીંક્યો છે.

ઈમરાન ખાને ડૉનાલ્ડ ટ્રમ્પને ફોન કરીને કાશ્મીરની સ્થિતિને લઈને દુષ્પ્રચાર કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ટ્રમ્પે તેમની વાતને કોઈ જ ભાવ ના આપયા તેઓ ભોંઠા પડ્યા હતાં.

પાકિસ્તાને થોડા દિવસ પહેલા જ યુએનના મંચ પરથી ફરી એકવાર કાશ્મીર મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના પ્રતિનિધિ મુનીર અકરમે સુરક્ષા પરિષદની બેઠકમાં કાશ્મીરનુ દુખડુ રોયુ હતું. પરંતુ ભારતે તેને આકરો જવાબ આપ્યો હતો. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના ઉપ સ્થાયી પ્રતિનિધિ કે નાગરાજ નાયડૂએ કહ્યું હતું કે, અમે પાકિસ્તાનના નિવેદનનો ફગાવીએ છીએ. જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. જેથી આ મુદ્દો હવે સંતુક્ત રાષ્ટ્રમાં ફરીથી ઉઠાવવાનો કોઈ જ અર્થ નથી.

હવે આજે ફરી એકવાર ઈમરાન ખાને ડૉનાલ્ડ ટ્રમ્પને ફોન કર્યો હતો. પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઇમરાન ખાને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ગુરૂવારનાં ફોન પર વાત કરી. બંને નેતાઓએ દ્વિપક્ષીય અને ક્ષેત્રીય મુદ્દાઓ પર ચર્ચા કરી. ટ્રમ્પ સાથે વાતચીતમાં ઇમરાન ખાને એકવાર ફરી કાશ્મીર પર કાગારોળ કરી. પાકિસ્તાની પીએમ ઇમરાન ખાને એ વાત પર જોર આપ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પને કાશ્મીર મુદ્દે શાંતિપુર્ણ સમાધાન માટે પોતાના પ્રયાસો ચાલું રાખવા જોઇએ. આ દરમિયાન તેમણે કાશ્મીર પર તેમની મધ્યસ્થતાની રજૂઆતની સરાહના કરી.

ઇમરાન ખાને રાષ્ટ્રપતિ ટ્રમ્પને જમ્મુ-કાશ્મીરની વર્તમાન સ્થિતિથી અવગત કરાવ્યા. પ્રધાનમંત્રી ઇમરાન ખાને ભાર આપીને કહ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પને જમ્મુ-કાશ્મીર વિવાદનાં શાંતિપૂર્ણ સમાધાન માટે પોતાના પ્રયત્નો ચાલુ રાખવા જોઇએ. જોકે ટ્રમ્પે આ મામલે ઈમરાન ખાનને કોઈ જ જવાબ આપ્યો નહોતો. જેથી મોટા ઉપાડે અમેરિકાના શરણે દોડેલા પાકિસ્તાનની વધુ એક આંતરરાષ્ટ્રીય ફજેતી થઈ હતી. ડૉનાલ્ડ ટ્રમ્પનું આ વલણ ભારત માટે કુટનૈતિક જીત માનવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન