donald-trump-google-service-is-rigged-against-me-negative-false-news
  • Home
  • World
  • ખોટા સમાચારો મુદ્દે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ગૂગલની ઝાટકણી કાઢી

ખોટા સમાચારો મુદ્દે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ગૂગલની ઝાટકણી કાઢી

 | 3:48 pm IST

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે એકવાર ફરી ગૂગલ, ટ્વિટર અને ફેસબુક પર નિશાન તાક્યુ છે. સૌથી વધુ ડોનાલ્ડ ટ્રંપ ગૂગલ પર ભડક્યા છે. તેમનું કહેવુ છે કે ગૂગલ સર્ચ એન્જીન તેમના સંદર્ભે ખોટા સમાચારોને પ્રમોટ કરે છે. તેમની સૌથી વધુ નેગેટિવ વાતો જ રજૂ કરે છે.

ડોનાલ્ડ ટ્રંપે આ કંપનીઓને ધમકી આપી હતી અને કહ્યુ હતુ કે આ લોકો જાણતા નથી કે કોની સાથે ટક્કર લઈ રહ્યા છે.જો તમે ગૂગલ પર સર્ચ કરશો તો તમને ફક્ત નેગેટિવ સમાચારોની ભરમાર જ જોવા મળશે.આવું તો ફક્ત સર્ચ એન્જીનમાં છેડછાડ કરીએ તો જ થાય.ગૂગલમાં રિપબ્લીકન, કન્જર્વેટિવ અને ફેર મીડિયાને સંપૂર્ણરીતે નજરઅંદાજ કરવામાં આવે છે.

ડોનાલ્ડ ટ્રંપે ગૂગલ પર આરોપ લગાવ્યો છે કે તે ખોટા સમાચારો ફેલાવવામાં મોટો ફાળો આપી રહ્યો છે. તેના પર પ્રતિબંધ મુકાવો જોઈએ. ડોનાલ્ડ ટ્રંપે કહ્યં કે ગૂગલ પર જો ઈડિયટ સર્ચ કરવામાં આવે તો સૌથી વધુ તેમના ફોટાઓ સામે આવે છે.

અમેરિકી મીડિયા સંસ્થા શિકાગો ટ્રિબ્યૂને ટ્રંપના આરોપોની તપાસ કરતા જણાવ્યુ કે ડોનાલ્ડ ટ્રંપે જે આરાપ લગાવ્યા છે તેમાંના મોટાભાગના સાચા છે. “dumb presidential tweets,” સર્ચ કરતા ફક્ત ટ્રંપનાજ ટ્વિટ જોવા મળે છે. “president Russian hookers” સર્ચ કરવાથી ફક્ત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના ફોટાઓજ સામે આવે છે.

ગૂગલ સર્ચ એન્જિને જો કે તમામ આરોપો ફગાવતા કહ્યુ છે કે સર્ચ એન્જિનમાં ક્યારેય કોઈ ચેડા કરી શકતું નથી. તેમજ આ સર્ચ એન્જિન કોઈ રાજનૈતિક એજન્ડાને વધારો આપતું નથી.
ટ્રંપના વિરોધીઓ કહે છે કે તમે નેગેટિવ કામો કરો તો નેગેટિવ જ સામે આવે ને.