US President Donald Trump threatens world with dire consequence for buying Crude Oil from Iran
  • Home
  • Featured
  • ટ્રમ્પની ખુલ્લી ધમકી, તાકાત હોય તો 4 નવેમ્બર બાદ ઈરાન પાસેથી ક્રુડ ઓઈલ ખરીદી બતાવો

ટ્રમ્પની ખુલ્લી ધમકી, તાકાત હોય તો 4 નવેમ્બર બાદ ઈરાન પાસેથી ક્રુડ ઓઈલ ખરીદી બતાવો

 | 10:57 am IST

ડૉનાલ્ડ ટ્રમ્પે સત્તામાં આવ્યા બાદ મે મહિનામાં ઈરાન સાથે થયેલી પરમાણું સંધી ફગાવી દીધી હતી અને ઈરાન પર વધુ આકરા પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી હતી. ઈરાન પરના આ નવા પ્રતિબંધો આગામી 4 નવેમ્બરથી લાગુ થઈ રહ્યાં છે. પ્રતિબંધ બાદ અમેરિકાએ ઈરાન પાસેથી ક્રુડ ઓઈલની આયાત યથાવત રાખનારા દેશોને 4 નવેમ્બર સુધીમાં પોતાની આયાત ઘટાડી શૂન્ય કરવા કહ્યું છે. સાથે જ આમ ના કરનારા દેશો વિરૂદ્ધ કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપી છે.

આ અગાઉ અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, રશિયા પાસેથી પાંચ અબજ ડૉલરના સોદામાં S-400 મિસાઈલ સિસ્ટમ ખરીદવા પર ભારત વિરૂદ્ધ અમેરિકી કાયદા અંતર્ગત શિક્ષાત્મક કાર્યવાહી થશે કે કેમ તે બાબતે આગામી સમયમાં જ ખબર પડી જશે.

પાંચ બિલિયન ડૉલરની આ મેગા ડિફેંસ ડીલ પર અમેરિકા CAATSA નિયમ અંતર્ગત પ્રતિબંધ લગાવી શકે છે. ગત મહિને અમેરિકાએ ચીન પર આ પ્રકારના જ પ્રતિબંધો લાદ્યા હતાં. ચીને રશિયા પાસેથી S-35 ફાઈટર જેટ્સ અને S-400 મિસાઈલ સિસ્ટમ ખરીદવા પર આ પ્રતિબંધો લાદ્યા હતાં.

પ્રતિબંધ બાદ અમેરિકાએ ઈરાન પાસેથી ક્રુડ ઓઈલની આયાત યથાવત રાખનારા દેશોને 4 નવેમ્બર સુધીમાં પોતાની આયાત ઘટાડી શૂન્ય કરવા કહ્યું છે. 

અમેરિકાએ પોતાના વિરોધીઓ વિરૂદ્ધ પ્રતિબંધ લગાવવા માટે ‘કાઉંટરિંગ અમેરિકાઝ એડવાર્સરીઝ થ્રુ સેંક્શન એક્ટ’ (કાટ્સા) કાયદો બનાવ્યો હતો. જેને અંતર્ગત રશિયા પાસેથી હથિયારો ખરીદવાના સોદા પર અમેરિકી પ્રતિબંધોથી ભારતને છૂટ આપવાનો અધિકાર માત્ર રાષ્ટ્રપતિ પાસે જ છે.

CAATSA અમેરિકાનો સંઘીય કાયદો છે. જેને અંતર્ગત ઈરાન, નોર્થ કોરિયા અને રશિયા પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યા છે. ભારત અને રશિયા વચ્ચે થયેલા આ સોદા વિષે ટ્રમ્પે ગઈ કાલે જ કહ્યું હતું કે, ‘ભારતને ટૂંક સમયમાં જ ખબર પડી જશે’. તેમણે કહ્યું હતું કે, ભારતને નજીકના ભવિષ્યમાં જ ખબર પડી જશે. પગલા ભરવાના સમય બાબતે પુછવામાં આવતા ટ્રમ્પે કહ્યું હતું કે, તમો જોતા રહો, તમે વિચારો છો તેના પહેલા જ’.