US President Donald Trump to Join PM Modi at 'Howdy Modi' in Houston
  • Home
  • Featured
  • PM નરેન્દ્ર મોદીનો જોરદાર ‘માસ્ટર સ્ટ્રોક’, અમેરિકાના વિપક્ષમાં પણ મચી ગયો ખળભળાટ

PM નરેન્દ્ર મોદીનો જોરદાર ‘માસ્ટર સ્ટ્રોક’, અમેરિકાના વિપક્ષમાં પણ મચી ગયો ખળભળાટ

 | 8:46 pm IST

દુનિયાની બે સૌથી મોટા લોકતાંત્રીક દેશોના બે શક્તિશાળી એક જ મંચ પર નજરે પડશે. જોકે આ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો છે અને તે પણ અમેરિકામાં. આ કાર્યક્રમ દ્વારા તેઓ એ પરંપરા આગળ ધપાવશે, જેમાં તેઓ ભારતીય મૂળના લોકોને સંબોધિત કરે છે. પરંતુ આ કાર્યક્રમે અમેરિકાના વિરોધ પક્ષમાં ફફડાટ ઉભો કરી દીધો છે.

રંગ લાવશે મોદી-ટ્રમ્પની જુગલબંધી

22મી નવેમ્બરે અમેરિકાના ટેક્સાસના હ્યૂસ્ટનમાં પીએમ મોદી સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ પણ હાજરી આપશે. આંતરરાષ્ટ્રીય જગતમાં મોદી-ટ્રમ્પની આ જુગલબંધીના કુટનૈતિક અની રાજનૈતિક અર્થ કાઢવામાં આવી રહ્યાં છે. આમ એટલા માટે પણ કે આ અગાઉ ટ્રમ્પે ક્યારે દુનિયાના કોઈ પણ દેશના નેતા સાથે આ રીતે સ્ટેજ શેર નથી કર્યું. એટલુ જ નહીં અમેરિકાના ઈતિહાસમાં ક્યારેય પણ કોઈ વિદેશી નેતાને આટલુ મહત્વ મળ્યું નથી. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખાસ મહત્વ મળી રહ્યું છે.

અમેરિકાનો આ વિસ્તાર ભારતીયોનો ગઢ

મોદીનો આ કાર્યક્રમ હ્યુસ્ટનમાં થઈ રહ્યો છે. આ વિસ્તાર અમેરિકામાં વસતા ભારતીયોનો ગઢ કહેવાય છે. અહં ભારતીયોનો દબદબો છે. આ સ્થિતિમાં 2020માં અમેરિકામાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત મેળવવા ટ્રમ્પ જ કસર બાકી રાખવા માંગતા નથી. મોદીની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખતા હ્યૂસ્ટનમાં એનઆરસી સ્ટેડિયમમાં આયોજીત આ કાર્યક્રમમાં 50 હજારની આસપાસ લોકો હાજર રહે તેવી શક્યતા છે. માટે જ ટ્રમ્પે આ કાર્યક્રમમાં હાજર રહેવાને લઈને એક જ મિનિટમાં હા કહી દીધી હતી. હવે પીએમ મોદીના આ કાર્યક્રમને લઈને અમેરિકાના વિરોધ પક્ષમાં પણ હલચલ જવા પામી છે.

વડાપ્રધાને કરી નવી પરંપરાના શ્રીગણેશ

વિદેશ પ્રવાસ દરમિયાન ભારતીય મૂળના લોકોને સંબોધિત કરવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે પરંપરાની શરૂઆત કરી છે તેનો અંદાજ અમેરિકાની યાત્રા પરથી લગાવી શકાશે. જેમાં ખુદ ડૉનાલ્ડ ટ્રમ્પ પણ હાજર રહેવાના છે.

આ વીડિયો પણ જુઓ : PM મોદી જન્મદિવસે માતા હીરા બાના આશીર્વાદ લેવા પહોંચ્યા, સ્થાનિકોમાં ભારે ઉત્સાહ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન