US Rejects Russian Proposal for Extension of New Start Treaty on Nuclear Weapons
  • Home
  • Featured
  • કોરોના મહામારી વચ્ચે દુનિયામાં જામશે પરમાણું હથિયારોની હરિફાઈ, US-રશિયા સામસામે

કોરોના મહામારી વચ્ચે દુનિયામાં જામશે પરમાણું હથિયારોની હરિફાઈ, US-રશિયા સામસામે

 | 6:03 pm IST

કોરોના (Corona) મહામારીને લઈને દુનિયા આખી એક ગંભીર સંકટનો સામનો કરી રહી છે ત્યારે ફરી એકવાર પરમાણું હથિયારો (Nuclear Weapons)ની આંધળી દોટ શરૂ થાય તેવી શક્યતા છે. અમેરિકાએ રશિયા (Russia)ના પરમાણું હથિયારો મર્યાદિત રાખવાની સંધિને (Nuclear Deal) ફગાવી દીધી છે. 

અમેરિકાએ (United Stated of America)રશિયાના એ પ્રસ્તાવને નકારી દીધો છે જેમાં બંન્ને દેશો વચ્ચે પરમાણુ હથિયારોને ન વધારવાની સંધિ કરવામાં આવેલી છે. આ સંધિ થોડા સમય પહેલા પુરી થઈ ગઈ હતી. હવે માનવામાં આવી રહ્યું છે કે, દુનિયાની બંન્ને મહાશક્તિઓ વચ્ચે પરમાણુ હથિયારોની સંખ્યા વધારવાની હરિફાઈ જામશે. જેની વિપરીત અસર આખી દુનિયા પર પડશે.  

અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ઓ’બ્રાયને કહ્યું હતું કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એક વર્ષ  માટે ન્યૂ સ્ટાર્ટ સમજુતીને વધારવાનો પ્રસ્તાવ મુક્યો હતો. પરંતુ ટ્રમ્પ વહીવટી તંત્રએ તેને ફગાવી દીધો હતો. ઓ’બ્રાયને કહ્યું હતું કે, અમેરિકા પરમાણુ હથિયારો પર આકરા પ્રતિબંધ લગાવવાના પક્ષમાં છે. રશિયાએ પોતાના પ્રસ્તાવ પર ફરીથી વિચાર કરવાની જરૂર છે.

અમેરિકા અને રશિયા વચ્ચે 2012ના ફેબ્રુઆરીમાં New START (Strategic Arms Reduction Treaty) પુરી થવાની છે, જેના પર વર્ષ 2010મા સમજુતી થઈ હતી. રશિયાના વિદેશ મંત્રી લેવરોવએ રશિયાના પ્રસ્તાવને રજૂ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, રશિયાના રાષ્ટ્રપતિ આગળની વાતચીત પહેલા કોઈ જ પૂર્વ શરત રાખવા ઈચ્છતા નથી. જેથી ભવિષ્યની વાતચીતમાં કોઈ મુશ્કેલી ના પડે.

અમેરિકા તરફથી પ્રસ્તાવને નકારતા પહેલા વાતચીતમાં સામેલ માર્શલ બિલિંગ્સલીએ કહ્યું હતું કે, બંન્ને દેશો જેન્ટલમેન એગ્રીમેન્ટ પર પહોંચી ગયા હતા. પરંતુ રશિયાએ એમ કહીને શરતોમાં ફેરફાર કરવાની માંગ કરી હતી કે સમજુતીના વિસ્તાર પહેલા હથિયારો પર પ્રતિબંધની પૂર્વ શરત હટાવવામાં આવે. આ મુદ્દા પર અમેરિકાએ આ પ્રસ્તાવમાંથી પોતાના હાથ પાછા ખેંચી લીધા હતાં. હવે પરમાણું હથિયારોની હરિફાઈ મચે તેવી શક્યતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન