US Religious freedom panel USCIRF statement not accurate : India
  • Home
  • Featured
  • ગૃહમંત્રી અમિત શાહ પર પ્રતિબંધ મુકવા મામલે ભારતે અમેરિકાને આપ્યો સણસણતો જવાબ

ગૃહમંત્રી અમિત શાહ પર પ્રતિબંધ મુકવા મામલે ભારતે અમેરિકાને આપ્યો સણસણતો જવાબ

 | 4:19 pm IST

નાગરિક (સંશોધન) વિધેયક પર ‘આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પર અમેરિકી પંચ’ના આરોપોનો ભારતે સણસણતો જવાબ આપ્યો છે. ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, અમેરિકાના પંચનું નુવેદન ના તો યોગ્ય છે કે ના તો સાચુ. સંસદના બંને ગૃહો આ વિધેયકને પસાર કરે તો ગૃહમંત્રી અમિત શાહ અને સંબંધિત નેતાઓ સામે પ્રતિબંધ મૂકવાની આ પંચે અમેરિકન સરકારને ભલામણ કરી છે.

આ મામલે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું છે કે, આ બાબત ખરેખર નિરાશાજનક છે કે યૂએચસીઆઈઆરએફએ માત્ર પોતાના પૂર્વાગ્રહોના આધારે જ વિચારવાનું પસંદ કર્યું છે જ્યારે આ મુદ્દે હસ્તક્ષેપ કરવાનો તેને કોઈ જ અધિકાર નથી. નાગરિકતા સંશોધન બિલ અને એનઆરસી કોઈ પણ ધર્મ કે ભારતીય નાગરિક પાસેથી તેની નાગરિકતા આંચકતુ બિલ નથી.

અમેરિકા સ્થિત આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા બાબતની સંસ્થા યુએસ કમિશન ફોર ઈન્ટરનેશનલ રિલિજીયસ ફ્રીડમ (USCIRF)એ કહ્યું છે કે ભારતીય સંસદમાં રજૂ થયેલું નાગરિકતા સુધારા વિધેયક એ ખોટી દિશામાં ભરવામાં આવેલુ અત્યંત ભયજનક પગલું છે. આ વિધેયક લોકસભામાં પસાર થવાથી પંચ ખૂબ જ ચિંતિત છે.

USCIRF એવો આરોપ લગાવ્યો છે કે CAB ધાર્મિક આધારે નાગરિકતા માટે કાયદાકીય માપદંડ નક્કી કરનારું છે, જેમાં મુસ્લિમોનો સમાવેશ થતો નથી. આ વિધેયક ખોટી દિશામાં ભરવામાં આવેલુ અત્યંત ભયજનક પગલુ છે, જે ભારતના ધર્મનિરપેક્ષતાના સમૃદ્ધ ઈતિહાસ તથા ભારતીય બંધારણથી તદ્દન વિપરીત છે.

આ સંસ્થાએ આસામમાં ચાલી રહેલી નેશનલ રજીસ્ટર ઓફ સિટીઝન્સ (NRC) ની નોંધણી તથા ગૃહ પ્રધાન શાહ દ્વારા પ્રસ્તાવિત દેશવ્યાપી NRC અંગે કહ્યું છે કે USCIRF ને એવી દહેશત છે કે ભારત સરકાર ભારતીય નાગરિકતા માટે ધાર્મિક પરિક્ષણની સ્થિતિનું સર્જન કરી રહી છે, જેને લીધે લાખોની સંખ્યામાં મુસ્લિમોની નાગરિકતા પર જોખમ સર્જાઈ શકે છે. જો સંસદના બંને ગૃહો આ વિધેયકને પસાર કરે તો ગૃહમંત્રી અમિત શાહ અને સંબંધિત નેતાઓ સામે પ્રતિબંધ મૂકવાની આ પંચે અમેરિકન સરકારને ભલામણ કરી છે.

ભારતના વિદેશ મંત્રાલયે આપ્યો સણસણતો જવાબ

ભારત વિદેશ મંત્રાલયએ આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા અંગે અમેરિકાના પંચ (USCIRF) ના આપવામાં આવેલા નિવેદનને લઈ સખત વાંધો ઉઠાવ્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે અમેરિકી પંચનું નિવેદન તદ્દન બિન-જવાબદાર છે અને સટીક નથી, એટલે કે માહિતીનો અભાવ ધરાવે છે. તેમનું આ નિવેદન બિનજરૂરી છે. આ સાથે વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે નાગરિકતા સુધાર વિધેયક અને NRC ની પ્રક્રિયા કોઈ પણ ધર્મનું પાલન કરનાર ભારતીય નાગરિકની નાગરિકતાને ખતમ કરનારું નથી. સૌને પૂરતા અધિકાર આપનારું આ વિધેયક છે. એ બાબત અફસોસજનક બાબત છે કે USCIRFએ આ પ્રકારની બાબતમાં પક્ષપાત પ્રેરિત વાત કરી છે, જે અંગે તેને કોઈ જ અધિકાર નથી.

ભારતે કરી સ્પષ્ટતા

આ સાથે સંસ્થાએ એ એવો આરોપ લગાવ્યો છે કે છેલ્લા એક દાયકા કરતાં વધારે સમયથી ભારત સરકાર USCIRFના વાર્ષિક અહેવાલ તથા નિવેદનોને નજર અંદાજ કરી રહી છે. આ અંગે જોકે ભારતનું વલણ બહુ સ્પષ્ટ રહ્યું છે. અગાઉ UPA સરકારના કાર્યકાળથી ભારત દ્વારા સત્તાવાર રીતે કહેવાયું છે કે ત્રાહિત દેશના વિચારો, અભિપ્રાયો કે અહેવાલોને ભારત તેની આંતરિક બાબતમાં માન્યતા આપી શકે નહીં. આ વલણના આધારે જ ભારત છેલ્લા એક દાયકા કરતા વધારે સમયથી USCIRF ને ભારતમાં ધાર્મિક સ્વાતંત્રતાનું મૂલ્યાંકન માટે પ્રવાસ કરવા વિઝા આપવાનો સ્પષ્ટ ઇન્કાર કરતુ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન