US અત્યાધુનિક છ અપાચે હેલિકોપ્ટર ભારતને વેચશે - Sandesh
  • Home
  • Newspaper
  • US અત્યાધુનિક છ અપાચે હેલિકોપ્ટર ભારતને વેચશે

US અત્યાધુનિક છ અપાચે હેલિકોપ્ટર ભારતને વેચશે

 | 1:09 am IST

વોશિંગ્ટન :

દુનિયાનાં સૌથી બહેતરીન અપાચે ફાઇટર હેલિકોપ્ટર ભારતીય સૈન્યમાં સામેલ થશે. અમેરિકાએ ભારતને ૬ અપાચે ફાઇટર હેલિકોપ્ટર વેચવાના સોદાને મંજૂરી આપી દીધી છે. આ ૬ અપાચે હેલિકોપ્ટર ભારતને ૯,૩૦૦ લાખ ડોલર એટલે કે ૬,૩૪૦ કરોડ રૂપિયામાં પડશે. પેન્ટાગોનની ડિફેન્સ સિક્યોરિટી કોઓપરેશન એજન્સીએ આ અંગે વિદેશ મંત્રાલયના નિર્ણય અંગે કોંગ્રેસને જાણ કરી છે. એમ કહેવાય છે કે કોઈ સાંસદને આ સોદા સામે વાંધો નહીં હોય તો આ સોદો આગળ વધશે.

યાદ રહે કે આ હેલિકોપ્ટર્સ અમેરિકન કંપની બોઇંગ બનાવે છે અને તેને દુનિયાના સૌથી શ્રેષ્ઠ ફાઇટર હેલિકોપ્ટર માનવામાં આવે છે.

સમાચાર સંસ્થાના જણાવ્યા પ્રમાણે ભારતમાં તાતા સાથે અમેરિકી કંપની બોઇંગની ભાગીદારી છે. બોઇંગના ભાગીદાર તાતા ભારતમાં અપાચેની બોડી બનાવવાનું કામ કરી રહી છે. એએચ-૬૪ અપાચે હેલિકોપ્ટરનું માળખું હૈદરાબાદમાં તાતા બોઇંગ એરોસ્પેસ દ્વારા બનાવાયું છે. આ બોડી પહેલી જૂને બોઇંગ કંપનીને મોકલી અપાયું છે. પરંતુ સમજૂતીને મંજૂરી આપ્યા બાદ હવે અમેરિકી કંપની ભારતને સીધું જ હેલિકોપ્ટર વેચશે.

અપાચેમાં એવું વિશેષ શું છે ?

અમેરિકી આર્મીએ એડવાન્સ્ડ એટેક હેલિકોપ્ટર પ્રોગ્રામ માટે અપાચે વિકસાવ્યું હતું. હાલમાં અમેરિકા ઉપરાંત ઇઝરાયેલ, ઇજિપ્ત અને નેધરલેન્ડની પાસે છે. ભારત ફક્ત પાંચમો દેશ હશે, જેની પાસે અપાચે હશે. આ હેલિકોપ્ટરની બંને તરફ ૩૦ મીમીની ગન લગાવેલી છે. સેન્સર દુશ્મનોને શોધી ખત્મ કરી શકે છે. નાઇટ વિઝન સિસ્ટમ પણ છે. તેમાં હેલિફાયર અને સ્ટ્રિંગર મિસાઇલ તહેનાત કરી શકાય છે, જે જે સચોટ નિશાન પાર પાડી શકે છે.

રશિયા સાથેનો ૯ અબજ ડોલરનો સોદો DRDOએ ફોક કરતાં ૨,૦૦૦ કરોડ ડૂબી ગયા !

રશિયા સાથે નેકસ્ટ જનરેશન ફાઇટર એરક્રાફ્ટ ડેવલપ કરવાનો ૯ અબજ ડોલરનો સોદો રદ થયો છે. તેનું કારણ ડીઆરડીઓનો એવો દાવો છે કે તેની પાસે આ પ્રોજેક્ટ માટે જરૂરી તમામ ટેક્નોલોજી છે અને તે દેશમાં જ તેને ડેવલપ કરી રહ્યું છે. સોદો ફોક થવાથી રશિયાને અપાયેલા સોદાના પ્રારંભિક બાનું ગણાય એવા ૨,૦૦૦ કરોડ રૂપિયાથી ભારતે હાથ ધોઈ નાંખવા પડશે.

;