તંગદિલી ઓછી કરવા ભારત-પાક.ને અમેરિકાનો અનુરોધ - Sandesh
  • Home
  • World
  • તંગદિલી ઓછી કરવા ભારત-પાક.ને અમેરિકાનો અનુરોધ

તંગદિલી ઓછી કરવા ભારત-પાક.ને અમેરિકાનો અનુરોધ

 | 12:16 pm IST

અમેરિકાએ ભારત અને પાકિસ્તાનને સરહદ પરથી તંગદિલી ઓછી કરવા તાકીદ કરી છે. શાંતિની જાળવણી માટે બંને દેશોએ વાટાઘાટોનો માર્ગ ખુલ્લો રાખવાની પણ બંને દેશોને સલાહ આપવામાં આવી છે.

અમેરિકાના વિદેશવિભાગના પ્રવક્તા એલિઝાબેથ ટૂડોએ જણાવ્યું હતું કે અમે બંને દેશોને શાંતિ જાળવી રાખવા તેમજ મતભેદ દૂર કરવાનો અનુરોધ કરીએ છીએ. આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા માટે ભારત -પાકિસ્તાનની સેના એકબીજા સાથે વાતચીત કરી તેવી ઈચ્છા અમેરિકા ધરાવે છે.

એલઓસી પાસે ભારતે હાથ ધરેલી સર્જિકલ સ્ટ્રાઈક વિશે પૂછવામાં આવતાં અમેરિકાએ કહ્યું હતું કે તેઓ આવી ઘટનાઓ વિશે વાત કરી શકે નહીં.

પ્રવક્તાએ કહ્યું હતું અમે ભારત અને પાકિસ્તાન વચ્ચે સુમેળભર્યા વાતાવરણની તરફેણ કરીએ છીએ. જોકે તેનાથી કાશ્મીર પ્રત્યેના અમારા વલણમાં ફેરફાર થતો નથી.

ઉલ્લેખનીય છે કે ઉરીના આર્મી બ્રિગેડ હેડક્વાર્ટર પર 18 સપ્ટેમ્બરે ચાર આતંકીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ભારતના 19 જવાન શહિદ થયા હતાં. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ઉરી હુમલાના દોષિતોને કોઈ પણ રીતે છોડાશે નહીં. તે પછી યુએનની સામાન્ય સભાની બેઠકમાં પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે 26 સપ્ટેમ્બરે સબોધન કર્યું હતું અને 19 મિનિટના સંબોધનમાં આઠ મિનિટ ફક્ત કાશ્મીર વિશે બોલ્યે રાખ્યું હતું. નવાઝ શરીફે તેમના સંબોધનમાં ઉરી હુમલાનો ઉલ્લેખ સુદ્ધાં કર્યો ન હતો. ઉલ્ટાનું જમ્મુ અને કાશ્મીરમાં ભારતીય સેના દ્વારા માનવાધિકાર ભંગનો મુદ્દો ઉછાળ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન