Controversial gun that looks like a smartphone enters full production in US
  • Home
  • Featured
  • અમેરિકી કંપનીએ સ્માર્ટફોન આકારની ગન બનાવી, કિંમત છે iphone કરતા પણ સસ્તી

અમેરિકી કંપનીએ સ્માર્ટફોન આકારની ગન બનાવી, કિંમત છે iphone કરતા પણ સસ્તી

 | 9:04 pm IST

અમેરિકાની એક કંપની આઇડિયલ કન્સિલે સ્માર્ટફોન આકારની બંધૂકનું ઉત્પાદન શરૂ કરી દીધું છે. સમગ્ર દેશમાં શૂટિંગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે કંપનીના આ પગલાંની આલોચના થઈ રહી છે. વર્ષ 2016માં કંપનીની આ બંધૂકનું લોન્ચિંગ મુલતવી રહ્યું હતું.

હવે કંપનીને 12,000 બંધૂક બનાવવાનો ઓર્ડર મળ્યો છે.અમેરિકાના સામાન્ય નાગરિકોને બંધૂકની ડિઝાઇન લોકપ્રિય બની છે. કંપનીને ઉત્પાદન બમણું કરવું પડે તેવી સ્થિતિ છે. સ્માર્ટફોન જેવી દેખાતી આ બંધૂકને આઈફોન ગન કહેવાય છે.

જોકે બંધૂકની કિંમત આઈફોન એક્સની કિંમત (68,000 રૂપિયા)થી અડધી (34,000 રૂપિયા) છે. અમેરિકાનું બિનસરકારી સંગઠન નેશનલ રાઇફલ એસોસિયેશન પણ આ સ્માર્ટફોન ગનને પ્રમોટ કરી રહ્યું છે. બંધૂક ફોલ્ડિંગ હેન્ડગનનો આકાર ધરાવે છે.

તેની નળીને ફોલ્ડ કરી શકાય છે. મેંગ્ઝીનને પણ ફોલ્ડ કરી દેતાં તે સ્માર્ટફોનનો આકાર લઈ લે છે. આ બંધૂકને લોકો સરળતાથી ખિસ્સામાં મૂકી શકે છે. કોઈને તેની પાસે બંધૂક હોવાની શંકા પણ નથી જતી. બંધૂક એકવારના ગોળીબારમાં 380 કેલિબરની બે ગોળી ફાયર કરી શકે છે.