અમેરિકાએ ભારતને આપશે અપાચે અટેક હેલિકોપ્ટર - Sandesh
NIFTY 11,394.95 -40.15  |  SENSEX 37,730.42 +-121.58  |  USD 70.3000 +0.41
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • અમેરિકાએ ભારતને આપશે અપાચે અટેક હેલિકોપ્ટર

અમેરિકાએ ભારતને આપશે અપાચે અટેક હેલિકોપ્ટર

 | 5:22 pm IST

અમેરિકા ભારતને અપાચે એટેક હેલિકોપ્ટર આપશે. બંને દેશો વચ્ચે 93 કરોડ ડોલર રૂપિયામાં આ સોદો નક્કી કરવામાં આવ્યો છે. આ સોદા હેઠળ અમેરિકા ભારતીય સેનાને 6 AH-64E  હેલિકોપ્ટર આપશે. આ સમજૂતિને અમેરિકી કોંગ્રેસમાં મંજૂર કરવામાં આવી છે. અને જો કોઈ અમેરિકી સાંસદ આ કરાર પર વિરોધ ન દર્શાવે તો આ મંજૂરી માટે ઝડપથી આગળ મોકલી દેવામાં આવશે.
ઉલ્લેખનિય છે કે અપાચે એટેક હેલિકોપ્ટરને દિનિયાના સૌથી ઘાતક હેલિકોપ્ટર માનવામાં આવે છે.

અમેરિકી કંપની બોઈંગ અને તેના ભારતીય પાર્ટનર ટાટાએ ભારતમાં અપાચેના ઢાંચાને બનાવવો શરૂ પણ કરી દીધો છે. આમછતાં સમજૂતિને મંજૂરી પછી અમેરિકી ઉત્પાદક ભારતને સીધા હેલિકોપ્ટરનું વેચાણ કરી શકશે. આ ડીલમાં મુખ્ય કોન્ટ્રાકટરોમાં લોકહીલ માર્ટિન, જનરલ ઈલેકટ્રીક અને રેથિઓન શામેલ છે.

અપાચે અટેક હેલિકોપ્ટર કરારમાં માત્ર હેલિકોપ્ટર જ નહિં પણ નાઈટ વિઝન સેન્સર, જીપીએસ ગાઈડન્સ, સેંકડો હેલફાયર એન્ટી આર્મર અને હવાથી હવામાં પ્રહાર કરી શકે તેવા સ્ટિંગર મિસાઈલોનું વેચાણ પણ શામેલ છે. અમેરિકી ડિફેન્સ સિક્યોરિટી કો ઓપરેશન એજન્સીએ એક નિવેદનમાં કહ્યું કે અપાચે હેલિકોપ્ટરોથી ભારતની સંરક્ષણ ક્ષમતા વધશે અને વાયુસેના આધુનિક બનશે.