USA સાથેના સંબંધ વધુ મજબૂત બનાવવા જઈ રહ્યો છું : પીએમ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • USA સાથેના સંબંધ વધુ મજબૂત બનાવવા જઈ રહ્યો છું : પીએમ

USA સાથેના સંબંધ વધુ મજબૂત બનાવવા જઈ રહ્યો છું : પીએમ

 | 2:00 am IST
  • Share

અમેરિકાની પાંચ દિવસની મુલાકાતે રવાના થતાં પહેલાં બુધવારે સવારે વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, મારો પ્રવાસ અમેરિકા સાથેના વ્યૂહાત્મક સંબંધો વધુ મજબૂત બનાવવા માટેનો પ્રસંગ છે. આ પ્રવાસથી જાપાન અને ઓસ્ટ્રેલિયા સાથેના સંબંધો પણ વધુ મજબૂત થશે. અમેરિકાના પાંચ દિવસના પ્રવાસમાં પીએમ મોદી પ્રેસિડેન્ટ જો બાઇડેન સાથે દ્વિપક્ષીય મુલાકાત કરશે. ક્વોડ સમિટની બેઠકમાં હાજરી આપશે અને સંયુક્ત રાષ્ટ્રની ર્વાિષક મહાસભાને સંબોધન કરશે. ગુરુવારે મોદી કમલા હેરિસ સાથે મુલાકાત કરશે.

કોવિડ ૧૯ ગ્લોબલ સમિટમાં મોદીએ જણાવ્યું કે, ભારતે કાયમ માનવતાને એક પરિવાર તરીકે જોઈ છે. ભારતના ફાર્મા ઉદ્યોગો દ્વારા ડાયગ્નોસ્ટિક કિટ, દવાઓ, મેડિકલ ઈક્વિપમેન્ટ્સ, પીપીઈ કિટ જેવા સાધનોનું વ્યાજબી ભાવે ઉત્પાદન અને વેચાણ કર્યું છે. વિકાશશીલ દેશો માટે ભારતના આ ઉત્પાદનો વ્યાજબી વિકલ્પ સાબિત થયા હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો