અમેરિકાએ ઉ.કોરિયાના ઉપયોગ કરેલ રાસાયણિક હથિયાર પર લગાવ્યો પ્રતિબંધ - Sandesh
NIFTY 11,042.75 +34.70  |  SENSEX 36,606.44 +86.48  |  USD 68.5350 +0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • અમેરિકાએ ઉ.કોરિયાના ઉપયોગ કરેલ રાસાયણિક હથિયાર પર લગાવ્યો પ્રતિબંધ

અમેરિકાએ ઉ.કોરિયાના ઉપયોગ કરેલ રાસાયણિક હથિયાર પર લગાવ્યો પ્રતિબંધ

 | 5:52 pm IST

અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે સંબંધો સુધારવા પૂર્વે ફરી એક નવી ઘટના સામે આવી રહી છે. અમેરિકાએ કિમ જોંગ ઉનના સાવકા ભા કિમ જોંગ નૈમની હત્યામાં રાસાયણિક હથિયારનો ઉપયોગ કરવાના મામલે ઉત્તર કોરિયા પર નવો પ્રતિબંધ લગાવી દીધો છે. કિમ જોંગ નૈમની ફેબ્રુઆરી 2017માં હત્યા થઇ હતી.

એક અહેવાલ અનુસાર, આ નવો પ્રતિબંધ 13 ફેબ્રુઆરી 2017ના મલેશિયાના પાટનગર કુઆલાલ્મપુરના એરપોર્ટ પર કિમ જોંગ નૈમની હત્યાની તપાસ પૂર્ણ થયા પછી લગાવવામાં આવ્યો છે. આ તપાસ દરમિયાન એવી માહિતી મળી છે કે કિમ જોંગ નૈમની હત્યા વીએક્સ નામના ઘાતકી રસાયણથી થઈ હતી.

જે પછી અમેરિકા દ્વારા ઉત્તર કોરિયા પર કેમિકલ એન્ડ બાયોલોજિકલ વેપન્સ કંટ્રોલ એન્ડ વોરફેર એલિમિનેશન એક્ટ 1991 હેઠળ પ્રતિબંધ લાગાવ્યો હતો. અમેરિકાના વિદેશ વિભાગ અનુસાર નવો પ્રતિબંધ સોમવારથી લાગુ કરવામાં આવશે.

ખાસ વાત એ રહી કે, આ ઘોષણા તેવા સમયે થઈ રહી છે જ્યારે કિમ જોંગ ઉને કોરિયા દ્વીપમાં પરમાણુ નિશસ્ત્રીકરણ અંગે અમેરિકા સાથે ચર્ચા કરવાની તૈયારી બતાવી હતી. જેને ડોનાલ્ડ ટ્રમ્પે પણ આવકાર્યું હતું અને તેના પર આશા વ્યક્ત કરી હતી કે તેનો સકારાત્મક પ્રતિભાવ જોવા મળે.