USA investigation-confirms-foul-play-by-nirav-modi-to-dupe-punjab-national-bank
  • Home
  • World
  • અમેરિકામાં પણ નીરવ મોદીનું ‘કૌભાંડ ગુંજ્યુ’, એક જ હીરો 4 વખત પધરાવ્યો

અમેરિકામાં પણ નીરવ મોદીનું ‘કૌભાંડ ગુંજ્યુ’, એક જ હીરો 4 વખત પધરાવ્યો

 | 7:58 pm IST

અમેરિકામાં નીરવ મોદીની મુશ્કેલીમાં વધારો થઇ રહ્યો છે. ભારત વિરૂદ્ધ તેના કેસમાં પુરાવામાં વધારો થઇ રહ્યો છે. અમેરિકાની સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ કમિશન અને ન્યાય વિભાગના વકીલની તપાસમાં આ બહાર આવ્યું છે. બ્લુમબર્ગે આ રીપોર્ટને ટાંકીને જણાવ્યું છે કે નીરવે 2011થી 2017 વચ્ચે કુલ 21.38 કરોડ ડોલરના બનાવટી બિલ બનાવ્યા હતા. તેના આધાર પર તે લેટર ઓફ અન્ડરટેકિંગ્સ મારફત પંજાબ નેશનલ બેન્કમાંથી લોન લેતો રહ્યો હતો.

નીરવ મોદીએ એક હીરાને દુનિયાભરમાં ફેરવ્યો હતો. 3 કેરેટના એક જ હીરાને નીરવ મોદીની શંકાસ્પદ કંપનીઓને ચાર વાર મોકલવામાં આવ્યો હતો. 2011માં પાંચ વખત આવું થયું. રાઉન્ડ ટ્રિપિંગની આ રમત જ સૌથી મોટા બેન્કિંગ કૌભાંડ (PNB ફ્રોડ)નું મૂળ હતું.

વેચાણમાં તેજીના નામે છેતરપીંડીથી નીરવ મોદી અને તેના સહયોગીઓએ અનેક દેશોમાંથી 4 અબજ ડોલરની લોન લીધી. તેના માટે 20 બનાવટી કંપનીઓ મારફત લેણ દેણ બતાવવામાં આવી. પછી તેને હોંગકોંગ સ્થિત ફેન્સી ક્રિએશન નામની શેલ કંપનીને મોકલવામાં આવ્યો. તેની કિંમત 11 લાખ ડોલર બતાવવામાં આવી. આ બંને કંપનીઓનો માલિક પરોક્ષ રીતે ખુદ નીરવ મોદી જ હતો. બે સપ્તાહ પછી આ હીરાને સોલર એક્સપોર્ટ કંપનીને મોકલવામાં આવ્યો. તેની કિંમત 1.83 લાખ ડોલર બતાવવામાં આવી. સોલર એક્સપોર્ટ પણ નીરવ મોદી ફેમિલી ટ્રસ્ટની પાર્ટનરશિપની કંપની હતી, જે ફાયરસ્ટાર ડાયમંડની માલિકીની હતી.

રીપોર્ટ અનુસાર, એક સપ્તાહની અંદર જ ન્યુયોર્ક સ્થિત ફાયરસ્ટારે ફરીથી હોંગકોંગ સ્થિત ફેન્સી ક્રિએશનને હીરો મોકલી લીધો. આ વખતે હીરો 11.6 લાખ ડોલરનો બતાવવામાં આવ્યો. બે સપ્તાહ પછી ન્યુયોર્કમાં આવેલી એ. જેફ. ડાયમન્ડ કંપનીએ વર્લ્ડ ડાયમન્ડ ડિસ્ટ્રીબ્યુશનને હીરો વેચી દીધો. આ વખતે 12 લાખનું બિલ બનાવવામાં આવ્યું. વર્લ્ડ ડાયમન્ડ પણ યુએઇમાં સ્થિત નીરવ મોદીની કંપની હતી. આ સિલસિલો આગળ પણ ચાલતો રહ્યો હતો.