અમેરિકામાં પટેલની મોટલમાં ગણતરીની મિનિટોમાં લૂંટ, લૂંટારૂઓ ડોલર લઇ ફરાર - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Nri
  • અમેરિકામાં પટેલની મોટલમાં ગણતરીની મિનિટોમાં લૂંટ, લૂંટારૂઓ ડોલર લઇ ફરાર

અમેરિકામાં પટેલની મોટલમાં ગણતરીની મિનિટોમાં લૂંટ, લૂંટારૂઓ ડોલર લઇ ફરાર

 | 1:51 pm IST

અમેરિકામાં કયારેક ગુજરાતીઓ પર હુમલા, કયારેક હત્યા તો હવે મોટેલમા લૂંટના સમાચાર સામે આવ્યા છે. અમેરિકામાં ઇન્ડિયાના સ્ટેટના સીમોરમાં એક પટેલની મોટેલમાં લૂંટની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. મોડી રાત્રે બંદૂકની અણીએ ત્રણ લુંટારૂંઓએ મોટેલમાં ઘૂસી ગણતરીની સેકન્ડોમાં લૂંટ ચલાવી રફુચક્કર થઇ ગયા હતા. આ અંગે પોલીસને જાણ કરતાં ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી. પોલીસને શંકાસ્પદ સફેદ કલરની હમર કાર સ્ટેટ રોડ 46 પર જોવા મળી હતી.

જય પટેલની મોટેલ નાઈટ્સ ઈનમાં થયેલી ઘટના સર્વેલન્સ કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સીમોર પોલીસે જણાવ્યું કે, 18મી મેના રોજ મોડી રાત્રે 2:30ની આસપાસ બંદૂકોથી સજ્જ ત્રણ અજાણ્યા શખ્સો 207 એન સેન્ડી ક્રીક ડો ખાતે આવેલી મોટલ નાઈટ્સ ઇનમાં ઘૂસી ગયા હતા. આ મોટેલના માલિક જય પટેલ છે. ત્રણેય શખ્સોને વીડિયોમાં માસ્ક પહેરેલા જોઈ શકાય છે. મોટેલમાં ઘૂસીને કારકુનને રજીસ્ટરમાં રહેલી તમામ રોકડ તેમને સોંપવાનું કહ્યું હતું.


મોટેલના માલિક જય પટેલએ જણાવ્યું કે, ‘હું 20 વર્ષથી આ શહેરમાં રહું છે અને મારી સાથે આવી ઘટના પહેલીવાર બની છે.’ વધુમાં તેમણે કહ્યું કે, ‘ત્રણેય શખ્સો બે મિનિટથી પણ ઓછા સમયમાં તેઓ 600 ડોલર લઈને ફરાર થઈ ગયા. હું કાયમ મારા કર્મચારીઓને કહેતો રહું કે, હીરો બનવાનો પ્રયાસ ન કરો, માત્ર તેમને જે જોઈએ તે આપી દો.’