અમેરિકામાં પટેલના ઘરની બહાર આવ્યો મોટો મગર, જાણો કેવી રીતે પકડ્યો મગરને - Sandesh
NIFTY 10,545.95 -19.35  |  SENSEX 34,375.39 +-51.90  |  USD 66.0350 +0.25
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Nri
  • અમેરિકામાં પટેલના ઘરની બહાર આવ્યો મોટો મગર, જાણો કેવી રીતે પકડ્યો મગરને

અમેરિકામાં પટેલના ઘરની બહાર આવ્યો મોટો મગર, જાણો કેવી રીતે પકડ્યો મગરને

 | 4:20 pm IST

અમેરિકામાં જઇને ગુજરાતીઓ વ્યાપાર ધંધામાતો પાવરધા બન્યા છે પરંતુ ક્યારેક તેમની બહાદૂરીના કિસ્સા પણ સામે આવે છે. થોડા દિવસ પહેલા જ એક પટેલ ગુજરાતનીએ એક લૂંટારાને ભગાડ્યો હતો તો ગુરુવારે વધુ એક બહાદૂરીનો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે અમેરિકાના ટેક્સાસ ફોર્ટ બેન્ડ કાઉન્ટીમાં ફોરેસ્ટર કેનોન લેન ડ્રાઇવ-વે ઉપર ગુજરાતીનું માકન આવેલું છે જેની બહાર એક મહાકાય મગર આવી ગયો હતો. જેની જાણ થતાં મકાન માલિકે મગરનો નિર્ભયતાથી સામનો કર્યો અને તંત્રને જાણ કરી હતી. ત્યારબાદ ભારે જહેમત બાદ મગરને પકડ્યો હતો.

Crocodile usa-1

સ્કૂલે જતા પુત્રએ મગર વિશે પિતાને જાણ કરી
મળતી માહિતી પ્રમાણે અમેરિકાના ટેક્સાસમાં ફોર્ટ બેન્ડ કાઉન્ટીમાં ફોરેસ્ટર કેનોન લેન ડ્રાઈવ-વે પર આવેલા અલ્કેશ પટેલના મકાનની બહાર એક મહાકાય મગર આવી ગયો હતો. સવારે સ્કૂલે જઈ રહેલા પુત્રએ મગરને જોતા ચોંકી ગયો હતો અને પિતાને બોલાવ્યા હતા. પિતા અલ્કેશ પટેલે 160 કિલો વજન અને સાડા સાત ફૂટ લંબાઈ ધરાવતા મગરને જોતા અચંબામાં મૂકાઈ ગયા હતા. તેઓએ તાત્કાલિક ફોર્ટ બેન્ડ કાઉન્ટી શેરિફની ઓફિસે ફોન કરીને આ અંગે જાણકારી આપી. શેરિફ ઓફિસ પાસે ગેટર સ્ક્વોર્ડ ક્રિસ્ટી ક્રોબોથનો સંપર્ક હતો જેથી તેઓ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

મગરને શાંત કરવા આંખો પર બ્લેન્કેટ નાખ્યું

પ્રાપ્ત વિગતો અનુસાર મગરને પકડવા આવેલી ક્રિસ્ટી ક્રોબોથે ધીમે-ધીમે મગરને સામેના યાર્ડમાં દોરડા વડે બાંધીને ખેંચી લીધો હતો. શેરિફના બે પ્રતિનિધિઓની મદદથી મગરનું મોં બંધ કરી દેવામાં આવ્યું હતું તથા મગરને શાંત કરવા માટે તેની આંખો પર એક બ્લેન્કેટ નાખવામાં આવ્યું હતું. બાદમાં ક્રોબોથ અને ડેપ્યુટીઝે મગરને ઉપાડીને તેમની સ્મોલ એસયુવીમાં મૂકી દીધો હતો. તેઓએ જણાવ્યું હતું કે, મગરને અલ કેમ્પો ખાતે આવેલા એક મગરના ફાર્મમાં લઈ જશે.

મગર પકડવા માટે નિષ્ણાંત ક્રિસ્ટી ક્રોબોથે કહ્યું કે, આ મગર કે જેને આમે ખેંચ્યો તેની સાથે એવું બન્યું હશે કે તે આખી રાખ ખોરાકની શોધ કરી રહ્યો હશે. તે ઠંડા લોહીવાળું જનાવર છે, જેથી તેને સિમેન્ટમાં રહેવાનું પસંદ પડ્યું હશે. તડકો ઘણો થઈ જવાથી તે ડરીનું છુપાઈ ગયો હશે. પણ તેણે છુપાવવા માટે ખોટી જગ્યાને પસંદ કરી હતી. આ અંગે મકાન માલિક અલ્કેશ પટેલે કહ્યું કે, મારો પુત્ર સ્કૂલે જઈ રહ્યો હતો અને તેણે મગરને જોયો. તેણે તરત જ બૂમ પાડીને મને કહ્યું કે, પપ્પા જોવો બહાર એક મોટો મગર છે. મગરને જોતા જ ‘હું આશ્ચર્યચકિત થઈ ગયો હતો કે ક્રોબોથ પોતે જ આવી હતી. ક્રોબોથને ખબર હતી કે તે શું કરી રહી છે. તેણે મગરને અહીંથી બહાર કાઢીને ઝડપથી પકડી લેવાનું શાનદાર કામ કર્યું હતું.