ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના શાસનમાં પ્રથમ વખત કહ્યું, 'રમજાન મુબારક', મુસ્લિમો દ્વારા વિરોધ - Sandesh
NIFTY 10,980.45 -27.60  |  SENSEX 36,373.44 +-146.52  |  USD 68.6200 +0.17
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના શાસનમાં પ્રથમ વખત કહ્યું, ‘રમજાન મુબારક’, મુસ્લિમો દ્વારા વિરોધ

ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના શાસનમાં પ્રથમ વખત કહ્યું, ‘રમજાન મુબારક’, મુસ્લિમો દ્વારા વિરોધ

 | 2:12 pm IST

એક તરફ ભારતમાં રાષ્ટ્રપતિ દ્વારા રમજાનની ઇફ્તાર પાર્ટી ન કરવા અંગે જણાવ્યું ત્યારે અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના શાસનકાળમાં પ્રથમ વખત ઇફ્તારનું આયોજન કર્યું ડોનાલ્ડે વિશ્વમાં રમજાનના પવિત્ર માસમાં તમામ મુસ્લિમોને ‘રમજાન મુબારક’ કહી બુધવારે ઇફ્તાર ડિનરનું આયોજન કર્યુ હતું. આ વર્ષે ટ્રમ્પે રમજાનની રજાઓ સામે કોઇ વિરોધ નહીં ઉઠાવી બુધવારે વ્હાઇટ હાઉસમાં ઇફ્તાર ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તરફ ટ્રમ્પના આ પગલાંથી મુસ્લિમ કોમ્યુનિટીમાં આશ્ચર્યમાં મુકાઇ છે. કારણ કે, ગયા વર્ષે ટ્રમ્પે મુસ્લિમ-બૅન કેમ્પેઇન હેઠળ રમજાનની ઇફ્તાર પાર્ટીનું આયોજન કર્યુ નહતું. ઇફ્તાર ડિનરમાં ટ્રમ્પે એકતાનો સંદેશ પાઠવ્યો. આ ડિનરમાં મુસ્લિમ-બહુમતિ દેશો જેમ કે, સાઉદી અરેબિયા, કુવૈત, જોર્ડન અને યુનાઇટેડ આરબ અમિરાતના એમ્બેસેડર્સ અને કેબિનેટ મેમ્બર્સને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

ટ્રમ્પના મુસ્લિમ પ્રતિબંધ કેમ્પેઇનમાં આ ઇફ્તાર ડિનરથી નાટકીય વળાંક આવ્યો છે. પોતાના મુસ્લિમ-બૅન કેમ્પેઇન દરમિયાન ટ્રમ્પે મુસ્લિમ-બહુમતિ દેશોમાંથી આવતાં કોઇ પણ મુસ્લિમ નાગરિકને અમેરિકામાં ‘સદંતર પ્રવેશ બંધ’નો ઓર્ડર આપ્યો હતો. ટ્રમ્પે મુસ્લિમને અમેરિકામાં ટ્રાવેલ કે આશ્રય માટે ‘કમ્પલિટ અને ટોટલ શટડાઉન’ના આદેશ આપ્યા હતા.

તદ્દન બદલાયેલા સૂરમાં ટ્રમ્પે ઇફ્તાર ડિનરપહેલાં પોતાની સાઉદી અરેબિયાની ટ્રીપને પણ યાદ કરી. ટ્રમ્પે કહ્યું કે, સાઉદીની ટ્રીપ મારી પ્રથમ ફોરન ટ્રીપ હતી અને તે બે દિવસો મારાં જીવનના સૌથી શ્રેષ્ઠ દિવસો હતા. તેમજ મિડલ ઇસ્ટથી આવેલા ગેસ્ટ્સને ‘મૂલ્યવાન ભાગીદારો’ ગણાવ્યા.

જો કે, આ ડિનરનો અમેરિકાના સ્થાનિક મુસ્લિમ સમુદાયે વિરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, હાલમાં અમેરિકન સુપ્રીમ કોર્ટમાં ટ્રમ્પની ‘ટ્રાવેલ બૅન’ પોલીસીનો ચૂકાદો પેન્ડિંગ છે. ટ્રમ્પની આ પોલીસીને કેટલાંક મુસ્લિમ-બહુમતિ દેશોએ વખોડી છે. સુપ્રીમ કોર્ટ ‘ટ્રાવેલ બૅન’ પોલીસી અંગે આ મહિનાના અંતમાં નિર્ણય આપે તેવી શક્યતાઓ છે. અમેરિકામાં કેટલાંક મુસ્લિમ સિવિલ રાઇટ્સ ગ્રુપ દ્વારા બુધવારે સાંજે આયોજિત ઇફ્તાર ડિનરનો વિરોધ કરવામાં આવ્યો હતો. દેખાવકારોએ વ્હાઇટ હાઉસની બહાર ‘નો ટ્રમ્પ ઇફ્તાર’ના બેનર્સ સાથે પાર્કમાં દેખાવો કર્યા હતા.