USA To 33 Chinese Companies, Institutions To Economic Blacklist
  • Home
  • Featured
  • કોરોના વાયરસના તણાવની વચ્ચે અમેરિકાએ ચીનને આપ્યો મોટો ઝાટકો

કોરોના વાયરસના તણાવની વચ્ચે અમેરિકાએ ચીનને આપ્યો મોટો ઝાટકો

 | 2:24 pm IST

કોરોના વાયરસ અંગે ચાલી રહેલા આરોપો-પ્રત્યારોપો અને વધતા તણાવની વચ્ચે અમેરિકાએ ચીનને આંચકો આપ્યો છે. અમેરિકાએ ચીનની 33 કંપનીઓ અને અન્ય સંસ્થાઓને ઇકોનોમિક બ્લેકલિસ્ટમાં મૂકવાનો નિર્ણય કર્યો છે.

રોયઇટર્સના એક અહેવાલ મુજબ, યુ.એસ. વિભાગે શુક્રવારે કહ્યું હતું કે માનવાધિકારના ઉલ્લંઘન અને યુ.એસ. રાષ્ટ્રીય સુરક્ષા માટે 33 ચીની કંપનીઓ અને અન્ય સંસ્થાઓને બ્લેક લિસ્ટ કરવામાં આવી રહી છે.

યુ.એસ.ના વાણિજ્ય વિભાગના જણાવ્યા અનુસાર હાઇટેક સર્વિલન્સ, જબરદસ્તી કામ કરાવું અને મનસ્વી રીતે લોકોની અટકાયત કરવામાં અને માનવાધિકારના ઉલ્લંઘનમાં ભાગીદાર હોવાના લીધે 9 કંપનીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે.

અમેરિકન સરકારે કહ્યું છે કે 7 વ્યવસાયિક સંસ્થાઓ ચીનને હાઇટેક સર્વેલન્સ લાગૂ કરવામાં મદદ કરી રહ્યું છે. તો ચીનની 24 સરકારી અને વ્યવસાયિક સંસ્થાઓને એટલા માટે બ્લેક લિસ્ટ કરવામાં આવી રહી છે કારણ કે તેઓએ ચીની મિલિટ્રીના માસ ડિસ્ટ્રકશન સાથે જોડાયેલા હથિયારો અને અન્ય પ્રવૃત્તિઓ હસ્તગત કરવામાં મદદ કરી હતી.

આપને જણાવી દઇએ કે કોરોના વાયરસને લઇ અમેરિકા અને ચીન એકબીજા પર જોરદાર આરોપો મૂકી રહ્યું છે. અમેરિકાનું કહેવું છે કે ચીને કોરોના વાયરસને લઇ માહિતી છુપાવી અને તેના લીધે દુનિયામાં કોરોના મહામારી ફેલાઇ.

યુએસ દ્વારા વારંવાર એવું પણ કહેવામાં આવ્યું છે કે વુહાનમાં આવેલી લેબોરેટરમાંથી કોરોના વાયરસ ફેલાયો છે. આ મુદ્દે તપાસની પણ વાત કરવામાં આવી હતી. જોકે, ચીન સતત આ પ્રકારના આરોપોને ફગાવી દે છે.

અત્યાર સુધીમાં વિશ્વમાં કોરોના વાયરસના 52 લાખથી વધુ કેસ નોંધાયા છે. ત્યારે ફક્ત અમેરિકામાં જ 16 લાખથી વધુ લોકો સંક્રમિત થઇ ચૂકયા છે.અમેરિકામાં કોરોનાથી 96 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.

આ વીડિયો પણ જુઓ : મોરબીમાં પક્ષીઓ માટે જગોદણા પરિવારનો અનોખો સેવાયજ્ઞ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન