NIFTY 10,348.75 +6.45  |  SENSEX 33,588.08 +26.53  |  USD 64.5800 -0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • ટ્રમ્પે રોહિંગ્યા મુસ્લિમો માટે કરી મોટી જાહેરાત, અન્ય દેશોને પણ કરી ભલામણ

ટ્રમ્પે રોહિંગ્યા મુસ્લિમો માટે કરી મોટી જાહેરાત, અન્ય દેશોને પણ કરી ભલામણ

 | 5:23 pm IST

મ્યાનમારમાં ચાલી રહેલી હિંસાના કારણે પડોશી દેશ બાંગ્લાદેશમાં પલાયન કરનાર રોહિંગ્યા મુસલમાનોને અમેરિકાએ માનવીય સહાયતાના રૂપમાં 3.2 કરોડ ડોલરની રકમ આપશે. યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટના મદદનીશ મદદનીશ સચિવ સિમોન હેનશોએ ન્યૂયોર્કમાં ચાલું સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં બુધવારે કહ્યું કે, મદદ અપ્રત્યાશિત પીડાથી પ્રસાર થઈ રહેલા રોહિંગ્યા મુસલમાનોને માનવીય સહાયતા પ્રદાન કરવાની અમેરિકાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. સીએનએનની રિપોર્ટ અનુસાર, સિમોએ કહ્યું કે, અમેરિકાને આશા છે કે, તેમનું આ યોગદાન અન્ય દેશોને પણ રોહિંગ્યા મુસલમાનોને સહાયતા આપવા માટે પ્રેરિત કરશે.

ટિલરસન મ્યાનમારની સરકાર અને સેનાથી પ્રભાવિત વિસ્તારમાં વિસ્થાપિતોને માનવીય સહાયતા ઉપલબ્ધ કરાવવા અને માનવાધિકારના ઉલ્લંઘનના આરોપોને લઈને પગલા ભરવાનું કહ્યું છે.

તે ઉપરાંત વિદેશ મંત્રાલયે કહ્યું કે, આ મદદથી વિસ્થાપિત થયેલા ચાર લાખથી પણ વધારે લોકોને આપાતકાલિન આશ્રય, ખાદ્ય સુરક્ષા, પોષણ, સ્વાસ્થ્ય સુવિધાઓ, મનોવૈજ્ઞાનિક સહયોગ, પાણી, સ્વચ્છતા વગેરે ઉપલબ્ધ કરાવવામાં મદદ મળશે. હેનશોએ કહ્યું કે, બુધવારની જાહેરાત બાદ નાણાકિય વર્ષ 2017માં રોહિંગ્યા સહિત મ્યાનમારના શર્ણાર્થિઓની અમેરિકા દ્વારા આપવામાં આવેલી કુલ સહાયતાની રકમ 9.5 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

જણાવી દઈએ કે, મ્યાનમાર રખાઈન વિસ્તારમાં હિંસાના કારણે 25 ઓગસ્ટથી લઈને અત્યાર સુધી સેકન્ડો લોકોએ જીવ ગુમાવ્યો છે અને મ્યાનમારથી 410,000થી વધારે રોહિંગ્યા મુસ્લિમોએ ભાગીને બાંગ્લાદેશમાં શરણ લીધી છે. રોહિંગ્યા મુસ્લિમોએ આરોપ લગાવ્યો છે કે, મ્યાનમારની સેના તેમના પર હુમલો કરી રહી છે, સેના આખા ગામોના ગામ સળગાવી રહી છે, તે ઉપરાંત યુવાન લોકોને ગોળી મારી દેવામાં આવી રહી છે. હિંસાના કારણે મ્યાનમારથી રોહિંગ્યા મુસ્લિમો બાંગ્લાદેશમાં શરણ લઈ રહ્યાં છે. હાલમાં મ્યાનમારની વિશ્વસ્તરે ટીકા થઈ રહી છે.