use acupuncture to add passion in boring relationship
  • Home
  • Featured
  • એક સરખી અને કંટાળાજનક સેક્સ લાઈફમાં ફરીથી રંગો ભરી દેશે આ ટેકનીક

એક સરખી અને કંટાળાજનક સેક્સ લાઈફમાં ફરીથી રંગો ભરી દેશે આ ટેકનીક

 | 1:53 pm IST

તમે એક સરખી સેક્સ લાઈફથી કંટાળી ગયા છો તો તેને ફરી એકવાર મજેદાર અને રોચક બનાવવા થોડી મહેનત કરો. તેમાં થોડો ફેરફાર કરશો તો તમારી સેક્સ લાઈફ ખુબજ રસપ્રદ બની જશે. એક્યુપ્રેસર અને એક્યુપંચર એ એવી પદ્ધતિથી છે જેનાથી તમે સેક્સમાં ફરી એકવાર તાજગી લાવી શકો છો.

આપણે સતત થઈ રહેલા સર્વેમાં જોયુ હશે કે નવી પેઢીના લોકો પાસે અનેક ભૌતિક સુવિધાઓ અને સાધન સંપન્ન હોવા છતા સેક્સથી દૂર ભાગી રહ્યા છે. સ્ટ્રેસ અને થાક આમાં મહત્વનો ભાગ લઈ રહ્યો છે. આજકાલની જે રીતની આપણી લાઈફ સ્ટાઈલ છે તેને જોતા આ વાત ખુબ સમજી શકાય છે કે સતત દોડધામ કરી જ્યારે રાત્રે કોઈ પોતાના ઘરે પહોંચે ત્યારે સેક્સ કરવાની ઇચ્છા ન જ થાય તે સ્વાભાવિક છે.

બોરિંગ સેક્સ લાઈફમાં ફરીથી જોમ અને જુસ્સો ભરવા મદહોશી પરત લાવવા તમે ટ્રેડિશનલ ચાઈનીઝ થેરપી એક્યુપંક્ચરનો ઉપયોગ કરી શકો છો.

કામેચ્છાની સમસ્યા દૂર થશે
આ ચાઈનીઝ રેમડીની માનીએ તો આપણા શરીરમાં એનર્જી જેને ચાઈનીઝ ભાષામાં ચી કહેવામાં આવે છે જે શરીરમાં વહે છે અને આ ચીના ફ્લોમાં રૂકાવટ કે અવરોધ ઉભો કરે છે. આનાથી શરીરમાં કેટલીક સમસ્યાઓ સર્જાય છે. એક્યુપંક્ચરના માધ્યમથી તમને માથાનો દુખાવો ઉલ્ટી જેવી તકલીફો થઈ શકે છે. સેક્સ લાઈફ સાથે જોડાયેલી સમસ્યા જેવી કામેચ્છામાં કમી અને સેક્સમાં આવતી મુશ્કેલીઓને દૂર કરી શકો છો.

સારૂ ઓર્ગેઝમ મેળવવા કરો આટલુ
એક્યુપંક્ચરથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશનને પ્રમોટ કરવામાં મદદ મળશે. આવામાં શરીરના બાકીના ભાગમાં સેક્સ ઓર્ગન્સ સુધી લોહીનો આ પ્રવાહ વહેશે. આનાથી સેક્શ્યુઅલ ડ્રાઈવ વધશે. પ્રાચીન ચાઈનીઝ થેરેપી એક્યુપંક્ચરથી શરીર રિલેક્સ થશે અને શાંતિ અનુભવી શકશો. તમારૂ શરીર સ્વસ્થ હશે તો તમે સેક્સનો આનંદ માણી શકશો.

આ Video જુઓ: અપચા સહિતની સમસ્યાથી મળશે રાહત, આ રીતે કરો હીંગનું સેવન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન