Use Apple vinager for this skin problems
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • સફરજનના વિનેગરને આવી રીતે ઉપયોગ કરવાથી ત્વચા ચમકતી થઈ જશે

સફરજનના વિનેગરને આવી રીતે ઉપયોગ કરવાથી ત્વચા ચમકતી થઈ જશે

 | 6:33 pm IST

સફરજનના વિનેગરને એ.સી.વી કહેવાય છે, જેને સફરજનના ફરમેન્ટેશન બાદ તૈયાર કરવામાં આવે છે. સલાડની સાથે વિનેગર ઉપયોગ કરવામાં આવે છે. સફરજનનું વિનેગર ક્લીન્ઝરની જેમ કામ કરે છે. ચહેરાની સ્કીન પ્રોબ્લમ માટે ઉપયોગ કરવામાં તેનો ઉપયોગ કરવામાં આવી શકે છે, કેમ કે તેમાં ડિટોક્સ ટોનિક રહેલા હોય છે. પાણીની સાથે સફરજનના વિનેગરને મિક્સ કરીને કોટનથી ચહેરા પર લગાવો. આજે અમે તમને ગ્લોઈંગ સ્કીન મેળવવાના નુસ્ખા જણાવીશું.

એન્ટી એજિંગ
સફરજનના વિનેગરમાં સલ્ફરની સારી માત્રા મળી રહે છે, જે એન્ટી એજિંગ માટે લાભકારી છે. તેના ઉપયોગથી સ્કીન ટાઈટ થાય છે. કરચલીઓ પણ ઓછી થાય છે. તેના માટે રોજ રાત્રે ઊંઘતા પહેલા તમારા ચહેરા પર સફરજનનું વિનેગર લગાવો. આખી રાત તેને રહેવા દો અને આગલી સવારે પાણીથી ધોઈ લો. જો તમારી સ્કીન સેન્સિટીવ છે, તો તેમાં પાણી મિક્સ કરીને ઉપયોગ કરો.

પિંપલ્સમાં રાહત
તે એન્ટીફંગલ અને એન્ટીબેક્ટેરીયલ હોય છે, તે તમારી ત્વચાને બેક્ટેરીયા, તેલ અને ધૂળથી બચાવે છે. તેના ઉપયોગ માટે એક વાડકીમાં ચોખ્ખા પાણીની સાથે સફરજનનું અનફિલ્ટર્ડ વિનેગર મિક્સ કરો. તેને કોટનથી ચહેરા પર લગાવો. 10 મિનીટ બાદ હળવા ગરમ પાણીથી મોઢુ ધોઈ લો.