26મી જાન્યુઆરીએ પ્લાસ્ટિકનો તિરંગો ઉપયોગમાં લેનાર સાવધાન - Sandesh
NIFTY 10,195.15 -165.00  |  SENSEX 33,176.00 +-509.54  |  USD 64.9300 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • 26મી જાન્યુઆરીએ પ્લાસ્ટિકનો તિરંગો ઉપયોગમાં લેનાર સાવધાન

26મી જાન્યુઆરીએ પ્લાસ્ટિકનો તિરંગો ઉપયોગમાં લેનાર સાવધાન

 | 12:10 am IST

ગણતંત્ર દિવસ પહેલાં સરકારે એવો અનુરોધ કર્યો છે કે પ્લાસ્ટિકના બનેલા રાષ્ટ્રધ્વજનો ઉપયોગ નહીં કરવો. કેન્દ્રના ગૃહમંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહ્યું છે કે ફ્લેગ કોડનો કડકાઇથી અમલ થવો જોઇએ. પ્લાસ્ટિકના ધ્વજનો ઉપયોગ કરવા બદલ લોકો પર કાયદાકીય કાર્યવાહી કરવી જોઇએ.

ગૃહમંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મોકલેલી એડવાઇઝરીમાં કહ્યું છે કે રાષ્ટ્રીય ધ્વજ દેશના લોકોની આશા તથા આકાંક્ષાઓનું પ્રતીક છે, તેથી તેનું સન્માન થવું જોઇએ. મંત્રાલયે જણાવ્યું હતું કે, એવું જોવા મળે છે કે મહત્વપૂર્ણ કાર્યક્રમોના અવસરે કાગળના ધ્વજના સ્થાને પ્લાસ્ટિકના બનેલા ધ્વજનો ઉપયોગ કરાઇ રહ્યો છે.

એડવાઇઝરીમાં કહ્યું છે કે મહત્વના રાષ્ટ્રીય, સાંસ્કૃતિક અને રમત-ગમતના કાર્યક્રમોમાં ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા ૨૦૦૨ની જોગવાઇનું ધ્યાન રાખતા લોકોએ ફક્ત કાગળના બનેલા ધ્વજોનો જ ઉપયોગ કરવો જોઇએ. કાર્યક્રમ પૂરો થઇ ગયા બાદ એવા કાગળના ધ્વજને જમીન પર ફેંકી દેવો ન જોઇએ. એડવાઇઝરી મુજબ પ્લાસ્ટિકના ધ્વજ કાગળની જેમ જૈવિકરૂપે નાશ પામતા નથી અને વાતાવરણ માટે હાનિકર્તા પણ હોય છે. પ્લાસ્ટિકના ધ્વજનું સન્માનપૂર્વક યોગ્ય નિકાલ સુનિશ્ચિત કરવું એક સમસ્યા છે.

શું સજા થઇ શકે?

રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ અધિનિયમ ૧૯૭૧ની કલમ ૨ મુજબ કોઇ પણ વ્યક્તિ જે કોઇ પણ જાહેર સ્થળે કે કોઇ પણ અન્ય સ્થળે જાહેરમાં ભારતીય રાષ્ટ્રીય ધ્વજ કે તેના કોઈ પણ ભાગને સળગાવે કે વિકૃત કરે, ગંદો કરે, કરૂપ કરે, નાશ કરે, કે તેને કચડે કે કોઇ પણ રીતે અનાદર કરે કે મૌખિક, લેખિત કે કૃત્ય દ્વારા અપમાન કરે તો તેને ત્રણ વર્ષની સજા કેદ થઇ શકે છે કે દંડ થઇ શકે કે બંને પણ થઇ શકે છે.