અ'વાદ: ડેસ્કટોપ પર whatsapp વાપરતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો - Sandesh
NIFTY 10,817.70 +9.65  |  SENSEX 35,622.14 +22.32  |  USD 68.0100 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • અ’વાદ: ડેસ્કટોપ પર whatsapp વાપરતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો

અ’વાદ: ડેસ્કટોપ પર whatsapp વાપરતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો

 | 10:54 pm IST

ખાનગી લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીમાં બ્રાન્ચ મેનેજર તરીકે કામ કરતી મહિલાના વોટસએપ એકાઉન્ટમાંથી કેટલાંક મેસેજ ડિલીટ કરી તેમજ પર્સનલ મેસેજ વાઇરલ કરનારા અજાણ્યા શખ્સ સામે સોલા પોલીસે ગુનો નોંધ્યો છે. ડેસ્કટોપ ઉપર વોટસએપ વાપરતા લોકો માટે આ એક ચેતવણીરૃપ કિસ્સો છે.

ઘાટલોડિયા વિશ્વાસ સિટીમાં રહેતા અને ખાનગી કંપનીમાં આઈ.ટી એન્જિનિયર તરીકે ફરજ બજાવતા ગૌરવભાઈ ત્રિવેદી (ઉ.૩૩)એ સોલા પોલીસને દોઢેક મહિના અગાઉ અરજી આપી હતી. જે અરજીના આધારે સોલા પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તેની ઓળખ મેળવવા વોટસએપ પાસેથી સત્તાવાર રીતે વિગતો મેળવવા પ્રયાસ શરૃ કર્યા છે. એચ.ડી.એફ.સી. લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીમાં બ્રાંચ મેનેજર તરીકે ફરજ બજાવતા માનસીબહેન ગૌરવભાઈ ત્રિવેદીનું પાંચેક મહિના અગાઉ શ્રીમંત હતું તે અરસામાં ગૌરવભાઈ પાસે રહેલા પત્નીના બંને મોબાઈલ ફોનમાં વોટસએપના કેટલાંક મેસેજ આપોઆપ ડિલીટ થઈ ગયા હતા.

આ ઉપરાંત તેમનું મોઝીલા સોફ્ટવેર અને વેબ વોટસએપ સેશન થયાની જાણ થતા ગૌરવભાઈએ ચેક કરતા લોકેશન અન્ય જગ્યાનું આવતું હતું. ત્યારબાદ પતિ-પત્ની વચ્ચે થયેલા પર્સનલ ચેટિંગના મેસેજ વાઇરલ થયા હતા. જેની જાણ માનસીબહેનના સાથી મહિલા કર્મચારીએ સ્ક્રીન શોટ બતાવી કરી હતી. આ તમામ વિગતો સામે આવતા ચોંકી ઊઠેલા ગૌરવભાઈએ પત્ની મેટરનિટી લીવ ઉપર હોવાથી ગત મહિને સોલા પોલીસને અરજી આપી હતી. જો કે, અરજી હોવાથી વોટસએપની ઈન્ડિયા ખાતેની ઓથોરિટીએ પોલીસને જવાબ નહીં આપતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.