ઘરની વેસ્ટ વસ્તુઓનો ઉપયોગ કરી તમારા ગાર્ડનને આપો બેસ્ટ લુક

719

ઘર નાનું હોય કે મોટું દરેક ઘરમાં જગ્યાની અનુકૂળતા અનુસાર ગાર્ડન તો હોય જ છે. ઘરની અગાસી કે પછી બાલ્કનીમાં લોકો ફુલ-છોડ ઉગાડી અને પ્રકૃતિનો લાભ લેતાં હોય છે. આવું સુંદર ગાર્ડન તૈયાર કરવામાં વધારે ખર્ચ પણ કરવો પડતો નથી. ઘરમાં પડેલી બિનઉપયોગી વસ્તુઓના ઉપયોગથી તમે ઘરમાં રહેલી ખુલ્લી જગ્યાનો ઉપયોગ કરી અને સુંદર બગીચો બનાવી શકો છો.

વેસ્ટ મટીરિયલ
ઘરમાં પ્લાસ્ટિક, સ્ટિલના ખાલી પડી રહેલા કન્ટેનરમાં છોડ વાવી શકાય છે. આ કામમાં તમે જૂના બૂટનો પણ ઉપયોગ કરી શકો છો. આ બૂટને તમે પાઈપ પર લટકાવી શકો છો.

આવી રીતે છોડની કરો માવજત
જો અગાસી પર બગીચો બનાવ્યો હોય તો એવા છોડની પસંદગી કરો કે જેની પાણીની જરૂરીયાત ઓછી હોય. બટન પ્લાન્ટ તેના માટેનો શ્રેષ્ઠ વિકલ્પ છે. જો કે તમે મરચાં, ટામેટા, ધાણા, ફુદિનો જેવા છોડ પણ વાવી શકો છો. તેને વાવવા માટે કાચની તુટેલી બોટલ જેવી વસ્તુઓનો પણ ઉપયોગ કરી શકો છો.

ધ્યાનમાં રાખો માત્ર આ વાત
ગાર્ડન બનાવતાં પહેલાં એ વાત ખાસ ચેક કરી લેવી કે તે સ્થળે લીકેજ ન હોય. જો લીકેજ હશે તો અગાસીમાંથી પાણી ઘરની છત પર પણ ઉતરશે અને છત ખરાબ થશે.