Here’s how you can keep your smartphone data secure, avoid fraudsters
  • Home
  • Featured
  • Gmail, Whatsapp અને સ્માર્ટફોનને સુરક્ષિત રાખવા ફોલો કરો આ સ્ટેપ્સ

Gmail, Whatsapp અને સ્માર્ટફોનને સુરક્ષિત રાખવા ફોલો કરો આ સ્ટેપ્સ

 | 10:54 am IST

ટેકનોલોજીએ જે હરણફાળ ભરી છે તેના થી આપણે સૌ કોઈ આંગળીના ટેરેવે અને ખુબજ સરળતાથી ઈન્ટરનેટેનો યૂઝ કરતા થઈ ગયા છીએ. ઈન્ટરનેટના યૂઝર્સની સંખ્યા વધતા સાઈબર ક્રાઈમના કિસ્સાઓ પણ વધવા લાગ્યા છે. આપણે રોજબરોજ Gmail, Facebook, Instagram, Whatsapp, Twitter જેવા સોશિયલ મીડિયા પર ક્યાંક ને ક્યાંક જોડાયેલા રહીએ છીએ અને આપણો ડેટા શેર કરતા રહીએ છીએ.

આજે આપણે કેટલીક ટીપ્સ જાણીશું જેની મદદથી આપણે Gmail, Facebook, Instagram, Whatsapp, Twitter જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સુરક્ષિત રહી શકીશુ. સાઈબર સેફ્ટી માટે ખાસ કેટલીક વાતો જાણી લેવી જરૂરી છે જેનાથી આપણે જાણતા અજાણતા નજરઅંદાજ કરી દેતા હોઈએ છીએ.

દુનિયાની સૌથી મોટી સર્ચ એન્જીન અને લોકપ્રિય કંપની Google સાઈબર સેફ્ટી માટે #SecurityCheckKiya નામથી સોશિયલ મીડિયા કેમ્પયન શરૂ કર્યુ છે. આ અભિયાન અંતર્ગત Google ઈ-સેફ્ટી અંગે યૂઝર્સને માહિતગાર કરે છે.

ગયા વર્ષે જ્યારે Facebook ડેટા લીક થયાના સમાચાર આવ્યા અને ત્યારબાદ આધાર ડેટા લીક જેવી ગંભીર વાત સામે આવતા સૌને ચોકાવી દીધા. ઈ-મેલ હેક કરવું હેકર્સ માટે જાણે કે ડાબા હાથનો ખેલ છે. યૂઝર્સ કેટલીક સામાન્ય ભુલો કરી દે છે એનાથી આવી ઘટનાઓ બની જાય છે.

ફોન અને ડેસ્કટોપને હંમેશા સુરક્ષિત રાખો

મોટા પ્રમાણમાં સ્માર્ટફોન યૂઝર્સ એન્ડ્રોઈડ આધારિત સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. આવામાં Google એકાઉન્ટનો ઉપયોગ કરવો ખુબજ સામાન્ય છે. પોતાના સ્માર્ટફોન માટે Google એકાઉન્ટમાં જઈને સિક્યોરિટી ચેક કરતા રહેવું જોઈએ. તમે તમારા ડેસ્કટોપ પર એન્ટી વાયરસ રાખીને ઈન્ટરનેટ સિક્યોરિટીને ચેક કરી શકો છો.

સ્માર્ટફોનમાં સિક્યોરિટી ચેક કરવા જીમેલ એકાઉન્ટ પર જઈને મેનુ બટન ટેપ કરો, ત્યારબાદ સેટિગમાં જઈને આઈડી પર ટેપ કરો. ત્યારબાદ મેનેજ યોર Google એકાઉન્ટમાં જઈને સિક્યોરિટી ચેક કરો.

ફાઈન્ડ માઈ ડિવાઈસ

તમારા સ્માર્ટફોનની ચોરી થવાથી બચવા માટે તેમજ પર્સનલ ડેટાને સુરક્ષિત રાખવા Google પ્લે સ્ટોર પર જઈને ફાઈન્ડ માઈ ડિવાઈસ એપને ડાઉનલોડ કરો. આ એપથી ફોન ખોવાઈ જાય તો ફોનને લોકેટ કરી શકશો.