Beauty Use the 3 things to do brown spot on the skin
  • Home
  • Fashion & Beauty
  • ત્વચા પર થઇ ગયા છે બ્રાઉન સ્પોટ તો દૂર કરવા કરો આ 3 વસ્તુનો ઉપયોગ

ત્વચા પર થઇ ગયા છે બ્રાઉન સ્પોટ તો દૂર કરવા કરો આ 3 વસ્તુનો ઉપયોગ

 | 4:35 pm IST

આજકાલ સુંદરતાને લઇને મહિલાઓ ઘણી પરેશાન રહે છે. જેમાથી એક છે ચહેરાના બ્રાઉન સ્પોટ. જેમા ઉંમર વધવી, વિટામીન્સની ઉણપ, તનાવ, સૂરજની અલ્ટ્રાવાયલેટ અને હાઇપર પિગમેંટેશન જેવા કારણ જવાબદાર હયોય છે. આ ધબ્બા ચહેરા પર, ગરદન પર, છાતી પર, ખભા પર તેમજ હાથ પર જોવા મળે છે. જેના કારણે તમારી સુંદરતા ફીકી પડી જાય છે. તેનાથી છૂટકારો મેળવવા માટે તમે કોસ્મેટિક પ્રોડક્ટનો ઉપયોગ પણ કરી શકો છો. પરંતુ તેનાથી કોઇ ફરક પડતો નથી. જોકે, તમે કેટલાક ઘરેલું નુસખાથી પણ ચહેરાના બ્રાઉન સ્પોટથી રાહત મેળવી શકો છો તે પણ કોઇ નુકસાન વગર.. તો ચાલો જોઇએ કેવી રીતે દૂર કરાય ચહેરા પરના બ્રાઉન સ્પોટ..

લીંબુનો રસ

ચહેરાના કોઇપણ ડાઘ-ધબ્બાથી છૂટકારો મેળવવા માટે લીંબુનો રસ ખૂબ ફાયદાકારક હોય છે. લીંબુના રસને કોટનની મદદથી સ્પોટ વાળી જગ્યા પર લગાવી લો અને 15 મિનિટ રાખી મૂકો. ત્યાર પછી ચહેરાને સાદા પાણીથી ધોઇ લો.

ચંદનનું સ્ક્રબ

બ્રાઉન સ્પોટથી છૂટકારો મેળવવા માટે ઘરેલું સ્ક્રબ પણ ખૂબ ફાયદાકારક હોય છે. હોમમેડ સ્ક્રબ બનાવવા માટે એક કપ ચંદન પાઉડર, અડધો કપ ઓટમીલ, દૂધ અને ગુલાબજળને મિક્સ કરી લો. હવે અઠવાડિયામાં બ્રાઉન સ્પોટ પર આ સ્ક્રબ લગાવવાથી ધીમે-ધીમે આ નિશાન ગાયબ થાય છે.

લસણ અને ડુંગળીનો રસ

ડાર્ક સ્પોટ પર એક ચમચી પીસેલી લસણ અને ડુંગળીનો રસ મિક્સ કરીને લગાવો. તેને 15 મિનિટ સુધી લગાવી રાખો અને ત્યાર બાદ ચહેરાને ધોઇ લો. આ મિશ્રણને નિયમિત ઉપયોગ કરવાથી બ્રાઉનસ્પોટની સમસ્યાને જડમૂળથી ખતમ કરી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન