use these essential oil for dry skin Beauty tips tray that
  • Home
  • Fashion & Beauty
  • પગના વાઢીયાનો આ રીતે કરો ઈલાજ, ખુબસુરત અને મુલાયમ ત્વચા બની જશે

પગના વાઢીયાનો આ રીતે કરો ઈલાજ, ખુબસુરત અને મુલાયમ ત્વચા બની જશે

 | 11:45 am IST

ઠંડીમાં ખાસ કરીને મહિલાઓને પગના તળીયા ફાટી જવાની સમસ્યા સતાવતી હોય છે. ઠંડીના કારણે ત્વચા શુષ્ક થતા અને વારંવાર સાબુનું પાણી અડતા પગની પાનીઓ ફાટી જાય છે જેને સાદી ભાષામાં વાઢીયા કહે છે. આ વાઢીયા સુંગરતાતો બગાડી દે છે દર્દ પણ એટલું જ આપે છે પગ જમીનમાં મુકીએ ત્યાં દર્દ થવા લાગે છે.

આ સમસ્યાથી છુટકારો મેળવવા અમે આજે ખાસ તમારા માટે એક ઉપાય લાવ્યા છીએ જેનો ઉપયોગ કરી તમે પણ મુલાયમ ત્વચા મેળવી શકશો.

લેવેન્ડરનું તેલ
એન્ટી બેક્ટરીયલ, એન્ટી ઈફ્લેમેટ્રી ગુણોથી ભરપુર લેવેન્ડરનું તેલ માલિશ કરશો તો તમારા પગની સમસ્યા દૂર થશે.

નીલગીરીનું તેલ
પગની પાનીને સુવાળી અને મુલાયમ બનાવવા નીલગીરીનું તેલ ખુબજ ગુણકારી છે. પગની ત્વચાને હાઈડ્રેટ કરે છે. પગમાં આવતા સોજાથી તેમજ દર્દથી છુટકારો આપે છે.

પેપરમિન્ટ ઓયલ
ઓમેગો 3 ફેટી એસીડ મેન્થોલ જેવા પોષક તત્વોથી આ તેલ ભરપુર હોય છે.

ટી-ટ્રી તેલ
આ તેલ ખુબજ ગુણકારી હોય છે. એન્ટી બેક્ટરીયલ ગુણોને કારણે આ તેલ ખુબજ ફાયદાકારક છે. આ તેલનું માલિસ કરવાથી ત્વચા ખુબજ સુંદર બનશે.

આ તમામ તેલને થોડુ હુંફાળુ કરી તેનાથી માલિશ કરશો તો જે સુષ્ક ત્વચા થઈ હશે તે દૂર થશે અને મુલાયમ ત્વચા થવા લાગશે. પગના વાઢીયા મટવા લાગશે. સાથે તમે રાત્રે ગરમ પાણીથી પગને સાફ કરી પછી તેલથી માલિશ કરી ઉપર મોજા પહેરી લો. સવારે આ મોજા ઉતારો આ રીતે ધીરે ધીરે તમારા પગના વાઢીયા મટી જશે પછી તમારે તમારા પગને છુપાવવા નહી પડે.

આ વીડિયો જુઓ: અપચા સહિતની સમસ્યાથી મળશે રાહત, આ રીતે કરો હીંગનું સેવન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન