Fengshui tips for happy and prosperous life use these
  • Home
  • Astrology
  • જીવનમાં સુખ-શાંતિ લાવવા ઇચ્છો છો તો કરો આ ફેંગશુઈ અનુસાર ઉપાય

જીવનમાં સુખ-શાંતિ લાવવા ઇચ્છો છો તો કરો આ ફેંગશુઈ અનુસાર ઉપાય

 | 10:54 am IST

આપણે હંમેશા જીવનમાં લાપરવાહીને કારણે સતત પરેશાનિઓ અને તકલીફોથી લડતા રહીએ છીએ, પણ શું તમે જાણો છો જીવનમાં જો આ નાની નાની વાતોનું ધ્યાન રાખવામાં આવે તો આપણે કેટલીયે આવી પડતી અણધારી મુસીબતોથી બચી શકીએ છીએ અને આગળ વધી શકીએ છીએ. જીવનમાં સુખ અને સમૃદ્ધિ ઇચ્છતા હો તો ફેંગશુઈ અનુસાર કેટલાક ઉપાય અજમાવી જુઓ.

બારી સામે ન રાખો પીઠ

ક્યારેય પણ રૂમની બારી સામે પીઠ કરીને બેસવું જોઈએ નહી. ફેંગશુઈ અનુસાર જો આવુ કરો તો તમારી તમામ ઉર્જા બારીની બહાર જતી રહે છે. જેનાથી તમારો આત્મવિશ્વાસ ઓછો થવા લાગે છે, તણાવગ્રસ્ત વાતાવરણ ઉભુ થાય છે.

દીવાલ ખાલી હોય તો આ વાતનું ધ્યાન રાખો

ફેંગશુઈ અનુસાર જો દીવાલ પર કોઈ પણ પ્રકારનું પેન્ટીગ કે ફોટો ન હોય તો તેની સામે મોં રાખીને બેસી રહેવાથી વ્યક્તિના જીવનમાં એકલતા આવી જાય છે. માનસિક થાક લાગે છે મન સતત વ્યગ્ર રહે છે. તણાવથી જીવન શુષ્ક થવા લાગે છે.

દરવાજાની સામે સુવાથી થાય છે અશુભ

ફેંગશુઈ અનુસાર દરવાજા તરફ મોં રાખી સુવાથી જીવનમાં સંકટ આવે છે. કેમકે તમે જાણો જ છો કે મૃત શરીરને આ જ રીતે રાખવામાં આવે છે. આ જ કારણે આને અશુભ માનવામાં આવે છે. આથી જીવિત વ્યક્તિએ દરવાજા તરફ મોં રાખીને સુવુ જોઈએ નહી.

શયનકક્ષ એટલેકે બેડરૂમમાં ન રાખો અરીસો

કહેવાય છે કે બેડરૂમમાં ક્યારેય પણ અરીસો રાખવો જોઈએ નહી. આની પાછળ એ કારણ છે કે અરીસામાંથી કેટલીક ઉર્જા નીકળે છે જેના અલગ અલગ પરિણામ થાય છે. અવુ પણ કહેવાય છે કે પલંગની સામે અરીસો હોવો જોઈએ નહી. નહીંતો વૈવાહિક જીવનમાં કંકાશ અને ક્લેશ થાય છે.

મીઠું નાખીને પોતા કરો

ફેંગશુઈ અનુસાર ઘરમાં સકારાત્મક શક્તિઓના સંચાર માટે મીઠું નાખીને પોતુ કરવાથી નકારાત્મક એનર્જીનો નાશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન