તમારો નંબર પ્રાઈવેટ રાખવા માંગો છો તો ઉપયોગ કરો આ એપ્લિકેશનનો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Tech
  • તમારો નંબર પ્રાઈવેટ રાખવા માંગો છો તો ઉપયોગ કરો આ એપ્લિકેશનનો

તમારો નંબર પ્રાઈવેટ રાખવા માંગો છો તો ઉપયોગ કરો આ એપ્લિકેશનનો

 | 7:20 pm IST
  • Share

દુનિયામાં એવા ઘણાં બધા ફ્રેન્ડ્સ હોય છે જે અનેક એપ્લિકેશનનો ઉપયોગ કરીને તેમના દોસ્તોને હેરાન કરતા હોય છે. હવે તો એવી એપ્સ પણ આવી ગઈ છે કે, જેના મદદથી તેઓ પોતાનો નંબર પણ છુપાવી શકે છે. એટલે કે તેઓ જેને પણ કોલ કરશે તેની સ્ક્રિન પર તેમનો ઓરિજનલ નંબરની જગ્યાએ દર વખતે એક નવો નંબર દેખાશે.

આ એપ દ્વારા ફોન કરવાથી તમારા ઓરિજનલ નબરની જગ્યાએ બીજો નબંર જ સામેવાળી વ્યક્તિને દેખાય છે. ઘણીવાર ફ્રેન્ડ્સ મજાક માટે આવી એપ્સનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે, આવી એપ્લિકેશન્સ લોકો માટે ખતરનાક બની શકે છે. અમે તમને એવી એપ્લિકેશન વિશે જણાવી રહ્યાં છીએ જેનાથી તમારે સાવધાન રહેવું જોઈએ.

આ એપ્લિકેશનનું પૂરુ નામ ‘ઈન્ડિકોલ ફ્રી કોલ ટુ ઇન્ડિયા’ છે. એપ્લિકેશનથી જે પણ કોલ થાય એ નેટ દ્વારા કનેક્ટેડ હોય છે. એટલે કે, વપરાશકર્તાને કોલ મફત થાય છે, પરંતુ આ માટે નેટપેક હોવું જરૂરી છે. નેટમાંથી કોલ કરવાના કારણે, વપરાશકર્તાના ફોનની સ્ક્રીન પર નવો નંબર દેખાય છે.

આ એપ્લિકેશનનો ઉપયોગ એવા યુઝર્સ કરે છે જે પોતાનો નંબર પ્રાઈવેટ રાખવા માંગે છે. મહિલાઓને કોઈ નવા નંબર પર કોલ કરવો હોય તો આ એપનો ઉપયોગ કરી શકે છે. એપ્લિકેશન વિશેની ખાસ વાત એ છે કે દર વખતે કોલ કરવાથી એક નવો નંબર દેખાશે. એને બીજી સરસ વાત એ છે કે આ નંબર પર પરત કોલ પણ નહી થઈ શકે.

Truecaller પણ IndyCall એપ્લિકેશનમાંથી થયેલ કોલ્સ શોધી શકતું નથી. એટલું જ નહી આ એપ્સ દ્વારા કરેલા ફોનની વિગતોમાં Truecaller પણ દરવખતે અલગ અલગ શહેર રાજ્યના નંબર બતાવે છે, પરંતુ તમારો ઓરિજનલ નંબર ડિસ્પલે કરી શકતું નથી.

IndyCall એપ્લિકેશન વિશે

IndyCall – Free calls to India મફત કૉલ્સ એપ્સને Android યૂઝર્સ Play Store માંથી મફતમાં ડાઉનલોડ કરી શકો છો. આ એપ્લિકેશન Moto X Play હેન્ડસેટમાં 65MBની સ્પેસ રોકે છે. આ એપ્લિકેશન દરેક ફોન પર અલગ-અલગ સ્પેસ રોકે છે. આ એપ્લિકેશન Android વર્ઝન 4.0 Ice Cream Sandwich અને તેના અપગ્રેડ વર્ઝન પર ઇન્સ્ટોલ કરી શકાય છે. આ એપ્લિકેશનને અત્યાર સુધીમાં 50 લાખથી પણ વધારે લોકો ઈન્સ્ટોલ કરી ચૂક્યા છે. એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા પછી કોઈ સેટિંગ કરવાની જરૂરત રહેતી નથી. આ એપ્લિકેશનથી ઘણીવાર એક વખત ટ્રાઈ કરીએ ને ફોન લાગી જાય તેવું ના પણ બની શકે. જેથી આ એપ દ્વારા ફોન કરવા માટે તમારે બે-થી ત્રણ કે, તેના કરતાં વધારે વખત ટ્રાય કરવું પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન