Use this ingredient in your worship all your problem will go away
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • પૂજા વિધિમાં આ વસ્તુનો ઉપયોગ કરવાથી બધી મુશ્કેલી થશે દૂર

પૂજા વિધિમાં આ વસ્તુનો ઉપયોગ કરવાથી બધી મુશ્કેલી થશે દૂર

 | 8:57 pm IST

જ્યોતિષશાસ્ત્ર અનુસાર પૂજા-પાઠમાં ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. આજે અમે વાતે કરીશું પૂજાના ઉપયોગમાં આવતી સોપારીની, જો તેને સારી રીતે ઉપયોગમાં લેવામાં આવે તો, તે ખૂબ જ ફળદાયી હોય છે. તેને ઘરમાં રાખવાથી રૂપિયાની અછત પણ દૂર થાય છે.

જો સોપારી પર જનોઈ ચઢાવવામાં આવે તો તે માતા ગૌરી અને ગણેશજીનું રૂપ બની જાય છે. જો તેને તિજોરીમાં રાખવામાં આવે તો રોકાયેલા પૈસા પાછા મળવા લાગે છે.

સોપારીની પૂજા કર્યા પછી અક્ષત અને કુમકુમ લગાવીને તેને તિજોરીમાં રાખી શકો છો. આ ઉપાય પણ ફાયદાકારક થશે.

જો વેપારમાં ખોટ થઈ રહી હોય તો શનિવારની રાત્રે પીપળના ઝાડની પૂજા કરી તેની સાથે રૂપિયાનો સિક્કો રાખો. આગલા દિવસે તે ઝાડના એક પાંદડું તોડીને તેની ઉપર સોપારી રાખો અને પછી તેને પોતાની તિજોરીમાં રાખો. આમ કરવાથી વેપારમાં આવી રહેલી તકલીફો દૂર થશે.

પાંદડા પર સિંદૂરથી સ્વાસ્તિક બનાવીને સોપારી રાખો. આમ કરવાથી ઘરમાં હકારાત્મક ઉર્જાનો વાસ થાય છે.

જો કોઇને ખરાબ નજર લાગી હોય તો, સોપારીને 7 વાર પોતાના ઉપરથી ઉતારીને હવનમાં નાંખી દો, બધી જ ખરાબ શક્તિઓ દૂર થઈ જશે.

કોઈના કામમાં વારંવાર વિઘ્ન આવી રહ્યું હોય તો લવિંગ અને સોપારીના ઉપયોગથી તમે તેને દૂર કરી શકો છો. જ્યારે પણ તમે તે કાર્યને કરો ત્યારે લવિંગને તમારા મોઢામાં રાખો અને સોપારીને ભગવાન ગણેશની મૂર્તિ પાસે મુકી દો, અટવાયેલો કામ પૂરા થઈ જશે.