use this tips for nail polish removing
  • Home
  • Fashion & Beauty
  • નેલ પોલિશ હટાવવા રિમૂવર નથી તો અજમાવો આ ટિપ્સ

નેલ પોલિશ હટાવવા રિમૂવર નથી તો અજમાવો આ ટિપ્સ

 | 3:40 pm IST

ફેશન કરવામાં યુવતીઓ કંઈ જ બાકી રાખતી નથી. તેમાં પણ કેટલીક એસેસરીઝ તો તેમના માટે રોજની લાઈફસ્ટાઈલમાં નેસેસરી બની ગઈ છે. જેમાં નેલ પોલિશ, લિપસ્ટીક, ઈયરિંગ્સ, ટેટૂ, બ્રેસલેટ વગેરે રોજ જરૂરી જ હોય છે. યુવતીઓ રોજ અલગ અલગ રંગની લિપસ્ટીક લગાવતી હોય છે. આવામાં જૂની નેલ પોલિશ હટાવાવ માટે યુવતીઓ રિમૂવરનો ઉપયોગ કરતી હોય છે. પણ જો ઘરમાં રિમૂવર ન હોય તો તમે અન્ય રીતે પણ નેલ પોલિશ હટાવી શકો છો. તો આજે આ ટિપ્સ જરૂર જાણી લો.

  •  નેલ પોલિશ હટાવવા માટે રબિંગ આલ્કોહોલ સ્પિરિટનો ઉપયોગ કરો. જો તમારા નખ પર ઈન્ફેક્શન થયું હોય, તો આ વસ્તુનો ઉપયોગ કરવાથી ઈન્ફેક્શન દૂર થઈ જશે.
  •  જો તમારમાં ઘરમાં સ્પિરિટ કે આલ્કોહોલ નથી, તો એક વાડકીમાં ગરમ પાણી લઈને તેમાં નખ ડૂબાડીને રાખો. 10 મિનીટ સુધી નખ પાણીમાં રાખો. બાદમાં કોટનથી સાફ કરી લો.
  •  ડિયોડ્રન્ટના ઉપયોગથી નખ પર લાગેલ નેલ પોલિશ દૂર કરી શકાય છે. ડિયોડ્રન્ટને તમારા નખ પર સ્પ્રે કરો અને બાદમાં કોટનથી સાફ કરી લો. નેલ પોલિશ આસાનીથી છૂટી જશે.