useful government apps portals and numbers every indian must know
  • Home
  • Technology
  • આ સરકારી એપ દ્વારા ભારતીય નાગરિકોને મળશે ઘણા ફાયદા

આ સરકારી એપ દ્વારા ભારતીય નાગરિકોને મળશે ઘણા ફાયદા

 | 11:47 am IST

ભારત સરકારે ડિજિટલ ઇન્ડિયાની શરૂઆત કરી હતી. તેના હેઠળ ટેક્નોલોજી દ્વારા લોકોને જોડવાની પહેલ કરવામાં આવી રહી છે. આજે ઘણા યુઝર્સ પાસે સ્માર્ટફોન છે અને તેઓ તેને એસએમએસ, એપ્લિકેશન સહિત ઘણી સરકારી સર્વિસિસનો ઉપયોગ કરવામાં સક્ષમ છે. સ્માર્ટફોન દ્વારા વપરાશકર્તાઓ કોઈપણ સેવાનો સરળતાથી ઉપયોગ કરી શકે છે. અહીં અમે તમને કેટલીક સરકારી એપ્લિકેશન્સ, પોર્ટલ્સ અને નંબર્સની માહિતી આપીએ છીએ જેના વિશે દરેક ભારતીયને ખબર હોવી જ જોઇએ.

Bharat ke Veer:
આ મોબાઇલ એપ્લિકેશન દ્વારા નાગરિક કેન્દ્રના આશ્રિત પોલીસ દળોના સૈનિકોના પરિવારની આર્થિક મદદ કરી શકે છે. આ ગૂગલ પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી શકાય છે. તમને જણાવી દઇએ કે Bharat ke Veer નામથી વેબસાઇટ પણ છે.

cVigil:
આ એપ્લિકેશનને ચૂંટણી કમિશન ઓફ ઇન્ડિયાએ બનાવેલ છે. આ એપ્લિકેશન દ્વારા દેશનો કોઈ પણ નાગરિક આચાર સંહિતા ઉલ્લંઘનની માહિતી અથવા ફરિયાદ દાખલ કરી શકે છે. આ સૂચના સીધી કમિશનની પાસ જશે અને તેનો તાત્કાલિક અમલ કરવામાં આવશે.

UTS:
આ એપ્લિકેશન સામાન્ય ટિકિટ બુકિંગ માટે છે. આ એપ્લિકેશન મારફતે લોકો જનરલ ટિકિટ બુક કરાવી શકે છે. રેલવેના અધિકારીઓ અનુસાર યુટીએસ પર મોબાઇલ એપ્લિકેશનથી લાંબા અંતરની ટ્રેનની પણ અનામત ટીકીટ બુક કરાવી શકાય છે. જેનાથી મુસાફરોને મોટા પાયે લાભ મળે છે.

1091:
જે સ્ત્રીઓ ઘરેલૂ હિંસાની શિકાર બને છે, તેમના માટે આ નંબર ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. તે આ નંબર પર ફોન કરી ફરિયાદ દાખલ કરાવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન