useful tips for hand and feet numbness while sleeping
  • Home
  • Featured
  • જોતજોતામાં હાથપગ સુન્ન પડી જતા હોય, તો બહુ કામના છે આ દેશી નુસ્ખા

જોતજોતામાં હાથપગ સુન્ન પડી જતા હોય, તો બહુ કામના છે આ દેશી નુસ્ખા

 | 2:23 pm IST

ક્યારેક ક્યારેય હાથ-પગ સુન્ન થઈ જવા પર સ્પર્શ સંવેદના ઓછી થઈ જાય છે. તેની સાથે જ હાથપગમાં ઝનઝનાટી, બળતરા, તેજ દર્દ, નબળાઈ પણ અનુભવાય છે. આ સમસ્યાનો સામાનો અનેક લોકોને કરવો પડે છે. તંત્રિકામાં ઈજા, ઠંડી ચીજને લાંબા સમય સુધી અડકવું, વધુ દારૂ, ધૂમ્રપાન, ડાયાબિટીસ, થાક, શ્રમનો અભાવ, વિટામિન બી અથવા મેગ્નેશિયમ જેવા પોષક તત્ત્વોની ઊણપથી આ સમસ્યા થતી રહે છે. તેથી ગભરાઓ નહિ, ઘરેલુ ઉપચારની મદદથી તેનો ઈલાજ કરી શકાય છે.

ગરમ પાણીનો શેક
સૌથી પહેલા પ્રભાવિત ભાગ પર ગરમ પાણીનો શેક કરો. તે સુન્ન ભાગોમાં બ્લડની આપૂર્તિ વધારવામાં મદદ કરે છે. આ ઉપરાંત તે માંસપેશીઓ અને નસોને આરામ આપે છે. એક ચોખ્ખા કપડામાં ગરમ પાણીને પલાળીને 5-7 મિનીટ સુધી સુન્ન થતી જગ્યાઓને શેકો.

મસાજ
હાથ-પગમાં સુન્નપન આવવાથી મસાજ સૌથી બેસ્ટ રીત છે. તે બ્લડ સરક્યુલેશન વધારે છે, જેનાથી સુન્નતા ઓછી થઈ જાય છે. આ માટે ઓલિવ ઓઈલ, નારિયેળ તેલ અથવા સરસવના તેલથી 5 મિનીટ સુધી સુન્ન થતી જગ્યાઓ પર મસાજ કરો.

એક્સરસાઈઝ કરો
એક્સરસાઈઝથી શરીરના વિવિધ ભાગોમાં બ્લડ સરક્યુલેશન અને ઓક્સિજનમાં સુધારો આવે છે. જેનાથી હાથ અને પગ સહિત શરીરના કોઈ પણ અંગમાં સુન્નપન, ઝણઝણાટી રોકવામાં મદદ મળે છે.

હળદર
હળદરમાં રહેલું કુરકર્મીન નામનું તત્ત્વ આખા શરીરમાં બ્લડ સરક્યુલેશનમાં સુધાર કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત તેમાં રહેલ એન્ટી-ઈન્ફ્લેમેન્ટરી ગુણ પ્રભાવિસ હિસ્સામાં દર્દ અને તકલીફ ઓછી કરવામાં મદદ કરે છે. શરીર સુન્ન થવા પર એક ગ્લાસ દૂધમાં અડધી ચમચી હળદર મિક્સ કરીને હળવા આંચ પર પકાવો. તેમાં થોડું મધ મિક્સ કરીને એકવાર પીવાથી બ્લડ સરક્યુલેશન સારું થાય છે. હળદર તથા પાણીથી બનેલી પેસ્ટથી પ્રભાવિત હિસ્સામાં મસાજ પણ કરી શકો છો.

તજ
તજમાં મહત્ત્વપૂર્ણ વિટામિન-બીની સાથે મેંગેનીઝ અને પોટેશિયમ સહિત અનેક કેમિકલ હોય છે. તે હાથપગમાં બ્લડ સરક્યુલેશનને વધારીને પગની સુન્નતા દૂર કરવામાં મદદ કરે છે. આ કારણે જ હેલ્થ એક્સપર્ટસ બ્લડ સરક્યુલેશન માટે નિયમિત રીતે 2 થી 4 ગ્રામ તજ લેવાની સલાહ આપે છે. એક ગ્લાસ હળવા ગરમ પાણીમાં એક ચમચી તજ પાવડર અને મધ મિક્સ કરીને નિયમિત સેવન કરો.