એક શખ્સે સોફિયાને પૂછ્યો 'એક રાતનો ભાવ', એક્ટ્રેસે આપ્યો સણસણતો જવાબ - Sandesh
NIFTY 10,817.70 +9.65  |  SENSEX 35,622.14 +22.32  |  USD 68.0100 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • એક શખ્સે સોફિયાને પૂછ્યો ‘એક રાતનો ભાવ’, એક્ટ્રેસે આપ્યો સણસણતો જવાબ

એક શખ્સે સોફિયાને પૂછ્યો ‘એક રાતનો ભાવ’, એક્ટ્રેસે આપ્યો સણસણતો જવાબ

 | 5:51 pm IST

હાલમાં પોતાનાં પતિ વ્લાદ સ્ટેનેસકાઉ સાથેનાં સંબંધોને લઇને ચર્ચામાં આવેલી બોલિવૂડ એક્ટ્રેસ સોફિયા હયાત ફરી એક વખત સમાચારમાં છે. તેની બોલ્ડ તસવીરો, નન બનવાથી લઇને, બ્રેસ્ટ ઇમ્પાલન્ટ વિશે જાહેરમાં બેધડક વાતો કરનારી સોફિયા હાલમાં ફરી ચર્ચામાં છે.

સોફિયાએ સોશિયલ મીડિયા પર એક શખ્સ સાથે થયેલી ચેટના કેટલાક સ્ક્રીનશોટ શેર કર્યા છે. જેમાં એક વ્યક્તિ તેને એક રાતનો ભાવ પુછે છે. સોશિયલ મીડિયા પર આબિદ હુસૈન નામના એક વ્યક્તિએ સોફિયાને પૂછ્યું કે, શું તમે કહેશો કે તમે એક રાતના કેટલા લો છો?

આવો સવાલ વાંચીને સોફિયાએ તેનો જવાબ આપતાં લખ્યું, “પહેલાં તું તારી માતાને પૂછ… બાદમાં તારી બહેનને… અને પછી તારી પત્નીને… તેઓ જણાવી શકશે એક રાતનો ભાવ.” સોફિયાના જવાબમાં તે વ્યક્તિએ લખ્યું, “પરંતુ તેઓ તારી જેમ તેમનાં અંગનું પ્રદર્શન નથી કરતી.”

જેનો જવાબ આપતા સોફિયાએ લખ્યું, “જ્યારે તું પેદા થયો હતો ત્યારે તારી માએ તને ત્યારે તેનું અંગ બતાવ્યું હતું જ્યારે તુ જન્મયો હતો. તેનાં બે પગ પહોળા કરીને તને બહાર કાઢ્યો હતો . જે બાદ તારો જન્મ થયો હતો. તારા મગજને સાફ કરવાની જરૂર છે. રમઝાન તારા માટે કંઈ નથી.”

Help show the idiots how shameful they are

A post shared by Sofia Hayat (@sofiahayat) on

સોફિયાએ આ સ્ક્રિન શોટ શેર કર્યા બાદ તેનાં ચાહકો તેની તરફેણમાં આવ્યા છે. અને આવી ખરાબ વાતો કરનારાને જડબાતોડ જવાબ આપવા બદલ તેઓએ સોફિયાનાં વખાણ પણ કર્યા છે. આપને જણાવી દઇએ કે, સોશિયલ મીડિયા પર સોફિયા હયાતની ખૂબ મોટી ફેન ફોલોઇંગ છે.