Now Users Have To Pay For Calling From Reliance JIO
  • Home
  • Featured
  • મફતમાં નહીં કરી શકો રિલાયન્સ જિયો પર વાતો, હવે દર મિનિટે ચુકવવા પડશે આટલા પૈસા

મફતમાં નહીં કરી શકો રિલાયન્સ જિયો પર વાતો, હવે દર મિનિટે ચુકવવા પડશે આટલા પૈસા

 | 6:54 pm IST

કૉલ ટર્મિનેશન ચાર્જ સાથે જોડાયેલા નિયમોની અનિશ્ચિતતાનાં કારણે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની ટેલિકૉમ કંપની રિલાયન્સ જિયોએ બુધવારનાં જાહેરાત કરી કે તેઓ કસ્ટમર્સ પાસેથી કૉલિંગનાં પૈસા લેશે. જિયો યૂઝર્સને જિયો ઉપરાંત બાકીનાં નેટવર્ક પર કરવામાં આવતો વોઇસ કૉલ માટે 6 પૈસા પ્રતિ મિનિટનો ચાર્જ લાગશે. જો કે તેમને બરાબર રમકનો ફ્રી ડેટા આપીને જિયો તેને બેલેન્સ પણ કરવાનું છે.

6 પૈસા પ્રતિ મિનિટ ચાર્જ લાગુ રહેશે

જિયોએ એક નિવેદનમાં કહ્યું કે, “જ્યાં સુધી ટેલકૉમ ઑપરેટરોને પોતાના યૂઝર્સ દ્વારા અન્ય ઑપરેટર્સનાં નેટવર્ક પર કરવામાં આવતા મોબાઈલ ફોન કૉલ માટે પેમેન્ટ કરવાની જરૂરિયાત પડી રહી છે, ત્યાં સુધી 6 પૈસા પ્રતિ મિનિટ ચાર્જ લાગુ રહેશે. આ ચાર્જ જિયો યૂઝર્સ દ્વારા બીજા જિયો નંબર પર કરવામાં આવેલા કૉલ અને વ્હોટ્સએપ, ફેસટાઇમ અથવા આવા અન્ય પ્લેટફૉર્મ્સનો ઉપયોગ કરીને કરવામાં આવેલા ફોન અને લેન્ડલાઇન કૉલ પર લાગુ નહીં થાય.”

2017માં દૂરસંચાર નિયામક ટ્રાઈએ ઇન્ટરકનેક્ટ યૂસેઝ ચાર્જ (IUC)ને 14 પૈસાથી 6 પૈસા પ્રતિ મિનિટ સુધી ઘટાડી દીધો હતો અને કહ્યું હતુ કે આને જાન્યુઆરી, 2020 સુધી ખત્મ કરી દેવામાં આવશે. હવે ટ્રાઈએ રિવ્યૂ માટે એક કંસલ્ટેશન પેપર મંગાવ્યું છે કે શું આ ટાઇમલાઇનને વધારવાની જરૂર છે. કેમકે જિયો નેટવર્ક પર વૉઇસ કૉલ ફ્રી છે, આ કારણે કંપનીને ભારતી એરટેલ અને વોડાફોન આઇડિયા જેવી ઑપરેટર્સને કરવામાં આવતા કૉલ્સ માટે 13,500 કરોડ રૂપિયાની ચુકવણી કરવી પડી છે.

 જિયો ફક્ત ડેટા માટે ચાર્જ લે છે

ટ્રાઈનાં આ પગલાથી નુકસાનની ભરપાઈ કરવા માટે જિયોએ પોતાના રાઇવલનાં નેટવર્ક પર દરેક કૉલ માટે ગ્રાહકોથી 6 પૈસા પ્રતિ મિનિટનો ચાર્જ લેવાનો નિર્ણય કર્યો છે. આ પહેલીવાર હશે કે જ્યારે જિયો યૂઝર્સ કૉલ માટે પેમેન્ટ કરશે. અત્યાર સુધી જિયો ફક્ત ડેટા માટે ચાર્જ લે છે, અને દેશમાં ક્યારેય પણ અન્ય કોઈ નેટવર્કે પર વૉઇસ કૉલ સંપૂર્ણ રીતે ફ્રી નથી. જો કે તમામ નેટવર્કથી ઇનકમિંગ કૉલ્સ પહેલાની માફક ફ્રીમાં ચાલુ રહેશે.

જિયોએ પોતાના નિવેદનમાં કહ્યું કે, “ટ્રાઈ તરફથી માંગવામાં આવેલા કંસલ્ટેશન પેપરનાં કારણે સ્થિતિ સ્પષ્ટ નથી થઈ શકી અને જિયોએ ના ઇચ્છવા છતા, મજબૂરીમાં આઈયૂસી ચાર્જ લાગે ત્યાં સુધી કસ્ટમર્સ પાસેથી ઑફ નેટ મોબાઇલ કૉલ્સ માટે 6 પૈસા પ્રતિ મિનિટ લેવા પડી રહ્યા છે.” જિયો બુધવારથી થનારા તમામ રિચાર્જ બાદ કસ્ટમર્સથી જિયો ઉપરાંત બીજા મોબાઇલ ઑપરેટર્સ પર કરવામાં આવેલા કૉલ્સ માટે આઈયૂસી  જિયો ફક્ત ડેટા માટે ચાર્જ લે છે મિનિટ ચાર્જ લેશે.

આ વિડીયો પણ જુઓ: આજના દિવસે ભૂતકાળમાં બનેલી કેટલીક ઈતિહાસ બનેલી ઘટનાઓને લાગતો અહેવાલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન