Users Should Not Put Their Aadhaar Num On The Internet Or Social Media Says Uidai
  • Home
  • India
  • આધાર સંપૂર્ણ સુરક્ષિત, પણ જો સોશ્યિલ મીડિયા પર શેર કરશો તો…

આધાર સંપૂર્ણ સુરક્ષિત, પણ જો સોશ્યિલ મીડિયા પર શેર કરશો તો…

 | 5:39 pm IST

ભારતીય વિશિષ્ટ ઓળખ નિગમ (UIDAI)એ આધાર અંગે મહત્વની માહિતી આપી છે. જેમાં લોકો તરફથી વિવિધ સવાલો કરવામાં આવ્યા છે. જેના જવાબમાં UIDAI દ્વારા જણાવવામાં આવ્યું કે, લોકો પોતાનો આધાર નંબર ક્યાંય પણ સોશિયલ મીડિયા પર શેર ન કરે. UIDAIએ કહ્યું કે, જે રીતે ઓળખ પત્ર, પાન કાર્ડ અથવા ડેબિટ-ક્રેડિટ કાર્ડને સુરક્ષાનાં કારણોથી સોશિયલ મીડિયા પર શેર નથી કરવામાં આવતું તેવી જ રીતે આધાર નંબર પણ સુરક્ષાના કારણોથી શેર કરવામાં ન આવવું જોઇએ.

UIDAIએ સોશિયલ મીડિયા પર પોતાની માહિતી શેર નહીં કરવાની અપીલ છે અને કહ્યું કે, આધાર સંપુર્ણ સુરક્ષિત છે. આધારને શેર નહીં કરવાની સલાહનો અર્થ એવો નથી કે તે સુરક્ષિત નથી. આધાર સંપુર્ણ સુરક્ષિત છે. UIDAIના અનુસાર, આધારનો ઉપયોગ વગર કોઇ બાધાએ કરવામાં આવી શકે છે. આધારના પ્રયોગમાં તે જ પ્રકારની સતર્કતા રાખવાની જરૂર છે જેવી અન્ય કોઇ ઓળખ પત્રના પ્રયોગમાં રાખવમાં આવે છે.

UIDAIએ એ તેમ પણ કહ્યું કે, સામાન્ય રીતે લોકો પોતાનાં ઓળખ પત્રની માહિતી જાહેર નથી કરતા. આધાર ડિટેલનાં દુષ્પ્રયોગ કરવાનાં સવાલ અંગે કહ્યું કે, અન્ય ઓળખ પત્રોની તુલનામાં આધાર વધારે સુરક્ષીત છે અને તેનાં ખોયા પ્રયોગની આશંકા ઓછી છે. આધારકાર્ડ માટે સુરક્ષાનાં ઘણા માનક પ્રયોગ કરવામાં આવે છે જેમ કે ફિંગરપ્રિન્ટ, સ્કેન, ઓટીપી અને ક્યૂઆર જેવા કોડ છે. લોકો પાસપોર્ટ, પાનકાર્ડ બનાવવા માટે સરળતાથી દસ્તાવેજ આપે છે, જો કે આધાર મુદ્દે લોકોના મનની શંકા છે.

આધાર બનાવવામાં ફ્રોડ સંબંધિત સવાલો અંગે UIDAIએ કહ્યું કે, માત્ર બેંકની ફોટો કોપી દેખાડીને આધાર બનાવી શકાય નહી કારણ કે તેના માટે ઓટીપી અને અન્ય વસ્તુઓ પણ જોઇએ. બેંક એકાઉન્ટના આધાર દ્વારા ખોલવા અને ફ્રોડ થવાની શક્યતાઓ અંગે UIDAIએ કહ્યું કે, તેની જવાબદારી બેંકની છે તે સુરક્ષા વધારે મજબુત કરે છે.