usfda found different dietary medicinal claims on patanjali sharbat bottles
  • Home
  • Business
  • બાબા રામદેવની ‘ચોરી’ પકડાઇ, અમેરિકા કરશે આકરી કાર્યવાહી

બાબા રામદેવની ‘ચોરી’ પકડાઇ, અમેરિકા કરશે આકરી કાર્યવાહી

 | 4:53 pm IST

અમેરિકાના આરોગ્ય નિયમનકાર યુનાઈટેડ સ્ટેટસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (યુએસએફડીએ) એ જણાવ્યું છે કે ભારતમાં વેચાણ માટે તૈયાર કરવામાં આવેલ પતંજલિની બે શરબત પ્રોડક્ટ્સ પર લાગેલ લેબલ પર ” વિશેષ ઔષધીય અને આહાર સંબંધિત ” દાવાઓ મળી આવેલ છે, જ્યારે અમેરિકામાં નિકાસ કરનારી શરબતની બોટલો પર આવ દાવાઓ ઓછા જણાઇ રહ્યાં છે. યુએસએફડીએએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે ” નિકાસ અને ઘરેલુ ઉત્પાદનો માટે કંપનીના ઉત્પાદન અને પેકેજીંગ ક્ષેત્ર અલગ અલગ છે.

આ કારણે અમેરિકન ફૂડ વિભાગ પતંજલિ આયુર્વેદ કંપની વિરુદ્ધ કેસ દાખલ કરવા માટે વિચારી રહી છે. દોષી માલુમ પડતા પતંજલિ કંપનીને આશરે ત્રણ કરોડ રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે. રિપોર્ટ પ્રમાણે પતંજલિ આયુર્વેદ કંપનીની બે શરબત બ્રાન્ડમાં અલગ અલગ દાવા કરવામાં આવ્યા છે.

કંપનીએ ભારતમાં વેચવામાં આવતા શરબતના ઉત્પાદકોના લેબલ પર અલગ દાવા કર્યા છે, જ્યારે અમેરિકામાં નિકાસ કરવામાં આવતી પ્રોડક્ટો પર અલગ દાવો કરવામાં આવ્યો છે. જો પતંજલિ વિરુદ્ધ આરોપ સાચા સાબિત થશે તો અપરાધિક કેસ અને પાંચ લાખ યુએસ ડોલર સુધી દંડ લાગી શકે છે. એટલું જ નહીં કંપનીના અધિકારીઓને ત્રણ મહિનાની જેલ પણ થઈ શકે છે.

ઉલ્લેખનિય છે કે યુએસએફડીએના એક તપાસ અધિકારી મોરીન વેન્ટજેલે ગત વર્ષે સાતમી અને આઠમી મેના રોજ પતંજલિ આયુર્વેદ લિમિટેડના હરિદ્વારા પ્લાન્ટની મુલાકાત લીધી હતી. જેમાં વેન્ટજેલે પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે, મને જાણવા મળ્યું છે કે ભારત અને અમેરિકાના બજારમાં ‘બેલ શરબત’ અને ‘ગુલાબ શરબત’ના નામે ઉત્પાદકો પતંજલિના બ્રાન્ડ નામથી વેચવામાં આવી રહ્યા છે. જેમાં ભારતીય લેબલ પર ઔષધીય અને આહાર સંબંધી વધારાના દાવા કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન