ખુબસુરત અને ચમકીલી ત્વચા માટે 'વિટામીન ઈ' છે રામબાણ ઇલાજ - Sandesh
  • Home
  • Fashion & Beauty
  • ખુબસુરત અને ચમકીલી ત્વચા માટે ‘વિટામીન ઈ’ છે રામબાણ ઇલાજ

ખુબસુરત અને ચમકીલી ત્વચા માટે ‘વિટામીન ઈ’ છે રામબાણ ઇલાજ

 | 8:00 am IST

ત્વચા ડલ થઇ જાય છે, અમુક ઉંમર બાદ તેની ઉપર કરચલીઓ દેખાવા લાગે, તે ઢીલી દેખાવા લાગે ત્યારે મોટેભાગે સ્કીન સ્પેશ્યાલીસ્ટ વિટામીન ઇની દવા લખી આપતાં હોય છે. આ ટેબ્લેટ્ લેવાથી અથવા તો વિટામીન ઇ યુક્ત ઓઇલ ત્વચા ઉપર લગાવવાથી ઉંમરની અસર અને ખીલના માર્ક્સ ચહેરા ઉપરથી ગાયબ થઇ જાય છે. તેનું મુખ્ય કાર્ય શરીરના કોષોને સ્વસ્થ રાખવાનું છે.

વિટામીન ઇ કોષને જલદીથી ખરાબ નથી થવા દેતું. વિટામીન ઇ ચહેરાની સુંદરતા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. હાલ બજારમાં વિટામીન ઇની ટેબ્લેટ્સ ઉપ્લબ્ધ છે, તે ટેબ્લેટ્સની ચહેરાની સુંદરતા વધારવા માટે, ત્વચાને ડાઘ-રહિત બનાવવા માટે, ત્વચાને ગ્લોઇંગ બનાવવા માટે તેમજ ત્વચાની કરચલીઓ દુર કરવાના ઉપયોગમાં તમે લઇ શકો છો. તેનો ઉપયોગ કઇ રીતે કરવો તે વિશે વિગતે વાત કરીએ.

વિટામીન ઇની ટેબ્લેટ્સ કઇ રીતે લેવી?  

વિટામીન ઇ યુક્ત કેપ્શૂલ બજારમાં આસાનીથી મળી રહે છે. તે કેપ્શુલને તમે ઇચ્છો તો પાણી સાથે ગળી પણ શકો છો અને તમે ઇચ્છો તો કેપ્શુલની અંદર રહેલું વિટામીન ઇ યુક્ત ઓઇલ કાઢી તેને હાથ ઉપર લઇને ત્વચા ઉપર અપ્લાય પણ કરી શકો છો.

ઉનાળા ચહેરા ઉપર ખીલની સમસ્યા વધારે સતાવતી હોય છે. ખીલ થાય એટલે તે જગ્યાએ ડાઘ પડી જાય. વળી પરસેવાને કારણે ત્વચા પણ ડલ લાગે. આ બધામાંથી મુક્તિ વિટામીન ઇ અપાવી શકે છે. તે માટે સૌપ્રથમ ફેસને સરખો વોશ કરી લો. તમે ઇચ્છો તો હાથની ત્વચાને મુલાયમ રાખવા તેમજ હાથની ત્વચાને પણ કાંતીમય બનાવવા હાથ ઉપર પણ વિટામીન ઇ યુક્ત ઓઇલ લગાવી શકો છો.

વિટામીન ઇ યુક્ત કેપ્શુલને કટ કરી તેનું ઓઇલ હાથમાં લો, તે ઓઇલમાં થોડું રોઝ વોટર એડ કરી ચહેરા ઉપર તેમજ હાથ ઉપર લગાવી દો. આખી રાત આ ઓઇલ ત્વચા ઉપર લગાવી રાખવું. અને સવારે ઉઠીને ઠંડા પાણીથી ત્વચાને ધોઇ લેવી.

જો તમારી ત્વચા ઓઇલી હોય તો તમે એલો વેરા જેલ સાથે વિટામીન ઇ ઓઇલ મિક્સ કરીને પછી ત્વચા ઉપર લગાવી શકો છો. આમ કરવાથી ચહેરો સુંદર દાગ-રહિત અને ગ્લોઇંગ થઇ જશે.

આટલી કાળજી લો  

ઘણાં લોકો વિટામીન ઇની કેપ્શૂલના ઓઇલને કાઢીને ત્વચા ઉપર લગાવવાને બદલે તેને ગળી જતાં હોય છે. તે ગળી જવાથી શરીરમાં તેનો ઓવરડોઝ થવાની શક્યતા રહે છે. વિટામીન ઇની કેપ્શૂલને ડોક્ટરની સલાહ વગર ક્યારે ગળવી નહીં. તમે કેપ્શૂલમાંની સામગ્રી ત્વચા ઉપર લગાવી શકો છો.

મતલબ કે તેનો બાહ્ય ઉપયોગ કરી શકો છો. બાહ્ય ઉપયોગથી બીજી ખાસ તકલીફ નથી થતી. પણ જો ત્વચા ઓવર સેન્સેટીવ હોઇ તો ઘણીવાર ત્વચા ઉપર જલન થવાની સમસ્યા, ત્વચા લાલ થઇ જવાની સમસ્યા, તેમજ ચળ આવવાની તકલીફ ઉત્પન્ન થાય છે. માટે જો ત્વચા ઓવર સેન્સીટીવ હોય તો પહેલાં ત્વચાના થોડાં ભાગમાં લગાવીને ચેક કરી જુઓ ત્યારબાદ જો કોઇ તકલીફ ન થાય તો ત્વચા ઉપર અપ્લાય કરો.

મેકઓવર :- શહનાઝ હુસૈન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન