મુંબઈ એરપોર્ટ પરથી પકડાયો સંદિગ્ધ આતંકવાદી સલીમ ખાન - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • મુંબઈ એરપોર્ટ પરથી પકડાયો સંદિગ્ધ આતંકવાદી સલીમ ખાન

મુંબઈ એરપોર્ટ પરથી પકડાયો સંદિગ્ધ આતંકવાદી સલીમ ખાન

 | 8:05 pm IST

ઉત્તર પ્રદેશ એટીએસ અને મુંબઈ પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબ્બાના શકમંદ આતંકી સલીમ ખાનને સોમવારે મુંબઈ એરપોર્ટ પરથી ઝડપી લીધો હતો.યુપી પોલીસ ૨૦૦૮થી તેની શોધ ચલાવી રહી હતી. ૩ મેના ફૈઝાબાદથી આઇએસઆઇ એજન્ટ આફતાબ ઝડપાયો હતો. તેની પૂછપરછ દરમિયાન સલીમ વિશે માહિતી મળી હતી.

આફતાબે યુપી પોલીસને કહ્યું હતું કે સલીમ તેને વિદેશથી નાણાં પણ મોકલતો હતો અને તેને શું કરવું એ વિશે પણ સૂચનો આપતો રહેતો હતો. ૨૦૦૮ના રામપુરના સીઆરપીએફ પર કરાયેલા આતંકી હુમલાના પકડાયેલા બે આરોપીઓ કૌસર અને શરીફે પણ કહ્યું હતું કે 2007માં પાકિસ્તાની હેઠળના કાશ્મીરમાં આવેલા મુઝઝફરાબાદના આતંકી કેમ્પમાં સલીમે તેમની સાથે ટ્રેનિંગ લીધી હતી. યુપી પોલીસે તેની સામે લૂક આઉટ નોટિસ ઇશ્યું કરી હતી.

કેવી રીતે પકડાયો સલીમ ?
3 મેનાં રોજ ફૈઝાબાદથી ISIનો એજન્ટ આફતાબ અલી પકડાયો હતો. આફતાબની પૂછપરછમાં સલીમ અંગે જાણકારી મળી હતી. જે બાદ ATS દ્વારા સલીમ પર નજર રાખવામાં આવી રહી હતી. સલીમ વિદેશ નાસી જવાની ફિરાકમાં હતો, પણ મુંબઈ એરપોર્ટ પર જ તેને લૂક આઉટ નોટિસના આધરે રોકી લેવામાં આવ્યો હતો અને મુંબઈ પોલીસને અને યુપી પોલીસને જાણ કરાઈ હતી. મુંબઈ પોલીસે તેને પકડી લીધો હતો.

કોણ છે સલીમ ખાન ?
સલીમ ખાન મૂળ ઉત્તર પ્રદેશના ફતેહપુરના બંદીપુર ગામનો રહેવાસી છે. અસીમ અરુણ (એટીએસ આઇજી)એ કહ્યું છે કે તેની ધરપકડ કરાયા બાદ યુપી અને મહારાષ્ટ્ર એટીએસ સલીમની પૂછપરછ કરી રહી છે.