ઉતરાયણના તહેવારની મજા - Sandesh
  • Home
  • Kids Corner
  • ઉતરાયણના તહેવારની મજા

ઉતરાયણના તહેવારની મજા

 | 12:04 am IST

મારી કલ્પના ૪૦૯

ઉતરાયણ પાર્થનો મનગમતો તહેવાર. દર વર્ષે આપણે જાન્યુઆરીની ચૌદમી તારીખે આ તહેવારની ઊજવણી કરીએ છીએ. ઉતરાયણને મકરસંક્રાતનો તહેવાર પણ કહે છે.  ઉતરાયણના અઠવાડિયા પહેલા જ પાર્થ પોતાની તૈયારીઓ શરૂ કરી દેતો હતો. રંગબેરંગી પતંગ લઈ આવતો અને તેને કિન્ના પણ બાંધી દેતો. તેમજ પાક્કી દોરી પણ લાવીને મૂકી દેતો. તેની પતંગ ચગાવવાની શરૂઆત તો એક મહિના પહેલાજ શરૂ થઈ જતી હતી. આમ પાર્થ પતંગનો જબરો શોખીન હતો. બીજીબાજુ તેની બહેન કવિતાને પણ ઉતરાયણ ગમતી હતી. પણ તેને આકાશમાં ઊંચે ઊડતા લાલ પીળા પતંગોને જોવાની ખૂબ મજા પળતી. પતંગોને જોઈને તે એક જ વાત કરતી કે, હું પણ પતંગ હોતતો આકાશમાં ઊંચે ઊડતી રહેતી. આટલા દિવસથી જેની તૈયારીઓ ચાલી રહી હતી તે દિવસ આવી ગયો. પાર્થભાઈ તો જાણે જંગ લડવા જતા હોય તેમ માથે ટોપી, હાથમાં પ્લાસ્ટિકના ગ્લવ્સ, ચશ્મા અને નવા કપડા પહેરી વહેલી સવારે તૈયાર થઈ ગયા અને ધાબે ચડી ગયા.  જો સ્કૂલે જવા મમ્મી જો સવારમાં ઊઠાડે તો કેટકેટલી બૂમો પાડવી પડે ભાઈને, પણ આજે તો વગર બૂમે જાતે જ ઊઠીને તૈયાર થઈ ગયો હતો અને ધાબે ચઢી ગયો હતો.  વહેલી સવારથી જ પતંગના શોખીનો ઠંડીની ચિંતા કર્યા વગર પતંગ ચગાવવા ધાબે ચઢી જાય છે અને એ કાપ્યો અને એ ગયોના અવાજથી આખુ આકાશ ગૂંજી ઊઠે છે. બીજીબાજુ મમ્મી સવારના વહેલા રસોડામાં પ્રવેશ કરશે અને સરસ મજાની સિંગની,મમરાની તેમજ તલની ચિક્કી બનાવવનાનું શરૂ કરી દેતી અને સાથે સાથે ઉતરાણમાં બધાનું ફેવરીટ ઉંધિયાની પણ તૈયારી કરી દેતી. પપ્પા બજારમાંથી સરસ મજાની જલેબી લઈ આવે. આમ પાર્થના ઘરમાં ઉતરાયણના દિવસે ઘણી ચહલ પહલ હોય. ખાલી પાર્થના ઘરેજ નહી પણ દરેકના ઘરે ઉતરાયણના દિવસે આજ ક્રમ બની જતો. બધુ કામ કાજ પતાવીને મમ્મી પપ્પા અને કવિતા પણ ધાબે આવી જતા અને પતંગ ચગાવવા લાગી પડતા. આખું આકાશ રંગેબેરંગી પતંગોથી ભરાઈ જતું જેના કારણે આકાશનું દ્રશ્ય ખૂબજ સૂંદર લાગતું હતું. હા પણ તે દરમિયાન એક વાતનું દુઃખ જરૂર થતું કે મૂંગા પક્ષીઓ કપાઈ જતા અને  ઈજા પામતા. જેમાં ઘણા પક્ષીઓના મૃત્યુ પણ થતા હતા. માટે જ ઉતરાયણ દરમિયાન ઈજા પામેલા પક્ષીઓ માટે એક ખાસ મેડીકલ સુવિધા શરૂ કરવામાં આવે છે. અરે પક્ષીઓ તો ઠીક પણ મનૂષ્યો પણ  દોરીના કારણે ઈજા પામતા તેના કારણ તેમને ગંભીર ઈજા થતી. આમ ઉતરાયણ નો તહેવાર ભલે હર્ષ-ઉલ્લાસનો તહેવાર હોય પણ સાથે સાથે સાવચેતી રાખવી પણ એટલીજ જરૂરી છે.

[email protected]