આજે ડાકોરમાં ઉત્સવ, ભગવાન રમે છે ભક્તો સાથે હોળી - Sandesh
NIFTY 10,094.25 -100.90  |  SENSEX 32,923.12 +-252.88  |  USD 65.1675 +0.24
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • આજે ડાકોરમાં ઉત્સવ, ભગવાન રમે છે ભક્તો સાથે હોળી

આજે ડાકોરમાં ઉત્સવ, ભગવાન રમે છે ભક્તો સાથે હોળી

 | 10:07 am IST

ફાગણી પૂર્ણિમાનું વિશેષ મહત્વ ગુજરાતમાં છે. અનેક લોકો પગપાળા સંધ કાઢીને ડાકોર કાળીયા ઠાકોરના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે. કાળીયાની ભક્તિમાં ભક્તો ભૂખ, થાક, તરસ ભલું ભૂલી જઈને તેના દર્શન કરવાની લગની લઈને ચાલતા ડાકોર આવી પહોંચે છે.  પોતાના ભક્તોથી ભાવવ વિભોર કાળીયા ઠાકોર આજે ભક્તો સાથે હોળી રમશે. ભક્તોને ભક્તિરસમાં તરબોળ કરશે. ભગવાન જ્યારે હોળી રમે રમતા હોય એ નજારો જોવા લાયક હોય છે.

ડાકોર જતા રસ્તાઓ પર પદયાત્રીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. જય રણછોડ, મમાખણ ચોરના નારાઓ સાથે રોડ ગુંજી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો પગપાળા ડાકોર જઈ રહ્યાં છે. આજના દિવસે રણછોડરાયના દર્શન કરીને ધન્ય થવાની જ હેયામાં હામ ભરીને જઈ રહ્યાં છે.

ડાકોરમાં હોળીના દિવસે ભગવાન રાજા રણછોડરાયની મંગળા આરતી પછી એમની કમરની બંને બાજુ સોના ચાંદીની પિચકારી લટકાવી ભક્તોને દર્શન આપે છે ત્યારે બાદ શણગાર આરતી પહેલા એજ પિચકારીથી ભક્તોની સાથે હોળી રમે છે.  આ પિચકારીમાં કેશુડાનું જળ ભરેલું હોય છે. ભગવાન સોના અને ચાંદી એમ બન્ને પિચકારીથી હોળી રમે છે. અબીલ ગુલાલ ની છોળો ઉડાડી પોતાના ભક્તોને તરબોર કરી દે છે.

કરો ડાકોરમાં મંગળા આરતીના દર્શન સંદેશ પર, ધન્યતા અનુભવો, જુઓ વીડિયો.