Uttar Pradesh: Bride Refused To Marry a man
  • Home
  • Featured
  • Video: લગ્નના દિવસે જ દુલ્હાએ દારૂનાં નશામાં કર્યો નાગિન ડાન્સ, દુલ્હને આ રીતે શીખવાડ્યો સબક

Video: લગ્નના દિવસે જ દુલ્હાએ દારૂનાં નશામાં કર્યો નાગિન ડાન્સ, દુલ્હને આ રીતે શીખવાડ્યો સબક

 | 10:55 pm IST

ઉત્તરપ્રદેશનાં લખીમપુર ખીરીમાં બરેલીથી આવેલીથી જાનમાં ત્યારે હડકંપ મચી ગયો, જ્યારે દારૂનાં નશામાં વરરાજા નાગિન ડાન્સ કરવા લાગ્યો. આ સમયે દુલ્હન અને તેનાં ઘરવાળાઓએ દુલ્હાને સમજાવી પાછા મંડપમાં બેસાડ્યો હતો. મંડપમાં એકબીજાને વરમાળા પહેરાવ્યા બાદ દુલ્હો ફરીથી પોતાના ભાઈબંધો સાથે દારૂનાં નશામાં ડાન્સ કરતો હતો. આ સમયે ફરીથી દુલ્હન અને તેના પરિવારજનો દુલ્હાને સમજાવવા ગયા. આ સમયે દુલ્હાએ દુલ્હનને લાફો મારી દીધો અને પરિવારજનો સાથે દ દુર્વ્યવહાર કર્યો હતો. જે બાદ દુલ્હન ભડકી હતી અને તેણે આવા દારૂડિયા વ્યક્તિ સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જે બાદ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પણ દુલ્હન મક્કમ રહી હતી અને લગ્નની ધરાર ના પાડી દીધી હતી. જે બાદ જાન દુલ્હન વગર જ પરત ફરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન