uttar-pradesh-election-priyanka-gandhi-vadra-salman-khurshid
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ઉત્તરપ્રદેશમાં પ્રિયંકા ગાંધી CMનો ચહેરો હશે, કોંગ્રેસ ઘરે ઘરે જઈ સર્વે કરશેઃ સલમાન ખુર્શીદ

ઉત્તરપ્રદેશમાં પ્રિયંકા ગાંધી CMનો ચહેરો હશે, કોંગ્રેસ ઘરે ઘરે જઈ સર્વે કરશેઃ સલમાન ખુર્શીદ

 | 3:24 pm IST
  • Share

ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓમાં તમામ પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી યુપીના પ્રવાસે છે. આ દરમિયાન પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વરિષ્ઠ કોંગી નેતા સલમાન ખુર્શીદ ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવા માટે જનતાને મળી રહ્યા છે અને સતત જાણી રહ્યા છે તેઓ રવિવારે આગ્રા પહોંચ્યા હતા. અહીં મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે પ્રિયંકા ગાંધી યુપીમાં કોંગ્રેસનો CM ચહેરો બની શકે છે.

પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુર્શીદે કહ્યું કે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો શું રહેશે તે જાણવા કોંગ્રેસ ઘરે ઘરે લોકોની વચ્ચે પહોંચીને જનતાના મનમાં શું ચાલી રહ્યું છે તે જાણવાનો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસના નેતાઓનો લોહામંડી સ્થિત અગ્રસેન સેવા સદનમાં સંવાદ અને મંથન કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સામાજીક સંગઠનના લોકો , વેપારીઓ, ખેડૂતો, વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગનો સમાવેશ થાય છે. 

‘અમારું નેતૃત્વ એ જ ચહેરો છે’

સલમાન ખુર્શીદે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં યુપી વિધાનસભાની ચૂંટણી લડશે. તેમણે કહ્યું કે અમારા નેતૃત્વનો ચહેરો સમાન છે અને તે પર્યાપ્ત છે. તેમણે કહ્યું કે અમે પ્રિયંકા ગાંધીના ચહેરા પર જ ચૂંટણી લડીશું. બાદમાં તે મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી શકે છે.

કોઇ સાથે ગઠબંધન નહીં

ઉત્તરપ્રદેશમાં ગઠબંધન મામલે સલમાન ખુર્શીદે કહ્યું કે તેઓ કોઇ સાથે ગઠબંધન નહી કરે. જો અમારે કોઇ સાથે ગઠબંધન કરવુ જ હોય તો દિલ્હી અને લખનઉમાં બેસીને હિસાબ કરી રહ્યા હોત કે ક્યાં જવુ જોઇએ અને ક્યાં નહી ? ગઠબંધનમાં જ્યાં બેઠક નથી મળતી ત્યાં ન જાત અમે પ્રદેશના ખુણે ખુણે ફરીને લોકો સાથે વાતચીત કરી રહ્યા છીએ અમે જનતાને સાથે રાખી આગળ વધવાનું વિચારી રહ્યા છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન