Uttar Pradesh : Girl Allege That Girls Taken From Shelter Home At Night Come Early Morning
  • Home
  • Featured
  • દેવરિયા બાળ ગૃહમાં રાત્રે સફેદ, લાલ અને કાળા રંગની ગાડીઓ આવતી અને…

દેવરિયા બાળ ગૃહમાં રાત્રે સફેદ, લાલ અને કાળા રંગની ગાડીઓ આવતી અને…

 | 3:31 pm IST

ઉત્તર પ્રદેશના દેવરિયામં પણ બિહારના મુઝફ્ફરપુર શેલ્ટર હોમ રેપ કેસ જેવી જ ઘટના સામે આવતા સનસનાટી મચી જવા પામી છે. અહીં શેલ્ટર હોમમાંથ્હી ભાગેલી એક છોકરીએ જે આરોપ શેલ્ટર હોમના સંચાલકો પર લગાવ્યા છે, તે અત્યંત ગંભીર પ્રકારના છે. છોકરીએ પોલીસને જણાવ્યું હતું કે કઈ રીતે ગાડીઓ ભરીને લોકો શેલ્ટર હોમમાં જતાં હતાં અને અહીંથી છોકરીઓને પોતાની સાથે લઈ જતાં હતાં.

ચકચારી ઘટના સામે આવતા જ યોગી સરકાર પર હરકતમાં આવી છે. યોગી આદિત્યનાથે તત્કાળ દેવરિયાના ડીએમને હટાવી દીધા છે અને આકરી કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. ઉત્તર પ્રદેશના મહિલા અને બાળ વિકાસ મંત્રી રીતા બહુગુણા જોશીએ કહ્યું છે કે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ તત્કાળ કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. દેવરિયાના ડીએમ સુજીત કુમારને હટાવી દેવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી માટેના આદેશ આપવામાં આવ્યાં છે.

ઉત્તર પ્રદેશના દેવરિયામાં આવેલા એક બાળ ગૃહમાંથી એક છોકરી ભાગીને પોલીસ સ્ટેશન પહોંચી જતા અને સમગ્ર મામલે પ્રકાશ ફેંકતા ઘટના સામે આવી છે. જેને લઈને દેશભરમાં હોબાળો મચી જવા પામ્યો છે. છોકરીએ આપવિતી સંભળાવતા કહ્યું છે કે, તે બિહારની રહેવાસી છે. તેની માતાના મૃત્યુ બાદ ત્રણ વર્ષથી તે અહીં રહે છે. પિતાએ બીજા લગ્ન કર્યા બાદ તેને ઘરમાંથી હાંકી કાઢવામાં આવી હતી. મામાના ઘરે પણ તેને કોઈએ આશ્રય ના આપ્યો. સડક પર આવી જતાં તેને કેટલાક લોકોએ પોલીસને સોંપી દીધી હતી. પોલીસે તેને આ શેલ્ટર હોમમાં મોકલી આપી હતી. ત્યારથી તે અહીં જ રહી રહી છે.

ગાડીમાં મોટી મેડમ લઈ જતા

છોકરીએ આપવીતિ જણાવતા કહ્યું છે કે, મહિલાઓ અને છોકરીઓને બડી મેમ લઈ જતી હતી. ક્યારેક સફેદ રંગની તો કયારેક લાલ રંગની ગાડી આવતી હતી. ક્યારેક તો કાળા રંગની હાડી આવતી હતી. આજ ગાડીઓમાં છોકરીઓને ગૃહની બહાર લઈ જવામાં આવતી હતી.

રાત્રે જતી અને સવારમાં પરત ફરતી છોકરીઓ

છોકરીઓના આવવા અને જવાના સમય બાબતે તેણે જણાવ્યું હતું કે, સાંજે શેલ્ટર હોમમાંથી છોકરીઓને બહાર મોકલવામાં આવતી હતી અને સવાર થતાની સાથે જ તેને પરત લાવવામાં આવતી હતી. તેઓને ક્યાં લઈ જવામાં આવતી હતી તેના વિશે કોઈ જાણકારી તેને નથી. છોકરીના જણાવ્યા પ્રમાણે બહારથી પરત આવ્યા બાદ અનેક છોકરીઓ રડતી નજરે પડતી. તેમજ ગભરાયેલી અને હેરાન પરેશાન જનાતી પરંતુ કંઈ જ બોલતી નહીં.

સફાઈ કામ પણ કરાવાતા

છોકરીએ જણાવ્યું હતું કે, તે શેલ્ટર હોમમાં સાફ-સફાઈ, વાસણ ધોવા અને ઝાડુ લગાવવાનું કામ કરતી હતી. જો કોઈ અંદરો અંદર વધારે વાતચીત પણ કરતું તો છોટી મેમ અને બડી મેમ મળીને છોકરીઓને ફટકારતી.

જ્યારે ખાલી હાથે પરત ફર્યા અધિકારી

ડીપીઓ પ્રભાત કુમારે જણાવ્યું હતું કે, સંસ્થા ગેરકાયદેસર રીતે ચાલતી હતી. સીબીઆઈની તપાસ બાદ તેની માન્યતા રદ્દ કરી દેવામાં આવી હતી તો પ્રશાસન તરફથી આદેશ આવ્યો કે સંસ્થામાંથી છોકરીઓ, મહિલાઓ અને બાળકોને અન્યત્ર ખસેડવામાં આવે.