ભગવાન સૌનું ભલું કરે છે મારું પણ કરશે તેમ કહીને યુવકે મંદિર પરથી માર્યો કુદકો પછી... - Sandesh
NIFTY 10,543.90 +4.15  |  SENSEX 34,297.17 +-3.30  |  USD 64.1450 -0.16
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • ભગવાન સૌનું ભલું કરે છે મારું પણ કરશે તેમ કહીને યુવકે મંદિર પરથી માર્યો કુદકો પછી…

ભગવાન સૌનું ભલું કરે છે મારું પણ કરશે તેમ કહીને યુવકે મંદિર પરથી માર્યો કુદકો પછી…

 | 2:58 pm IST

યુપીના વૃંદાવનમાં એક યુવકે મંદિરની છત પરથી છલાંગ લગાવી દીધી. જોકે સદનસીબે યુવકનો જીવતો બચી ગયો પરંતુ આ ઘટનામાં યુવકને ગંભીર ઈજાઓ થઈ. વૃંદાવન સ્થિત મંદિરના બીજા માળેથી યુવકે એવું વિચારીને કૂદકો લગાવી દીધો કે ભગવાન સૌ કોઈને બચાવી લે છે, તો તેને પણ બચાવી લેશે. છતથી કૂદવા પર યુવકના બંને પગ ફ્રેક્ચર થઈ ગયા. હોસ્પિટલમાં દાખલ યુવકને હવે પોતાના કર્યા પર અફસોસ થઈ રહ્યો છે.

જાણકારી મુજબ બદાયૂંના હજરતગંજ ગામના નિવાસી 20 વર્ષિય વિકાસે ત્રણ દિવસ પહેલા મથુરા-વૃંદાવન ફરવા માટે આવ્યો હતો. હોસ્પિટલમાં તેણે જણાવ્યું કે, તે ભગવાન શ્રીકૃષ્ણનો ભક્ત છે અને પોતાના આરાધ્યા સાથે ઘણી લાગણી છે. ને બચાવે છે કે નહીં. આ વિચારીને તેણે બુધવારે સવારે પ્રેમ મંદિરના બીજા માળેથી કૂદકો માર્યો.

વિકાસને પૂછવામાં આવ્યું કે શું કોઈએ તેને આવું કહ્યું, જવાબમાં તેણે જણાવ્યું કે, નહીં, પરંતુ વિશ્વાસ હતો કે હું તેમને એટલો પ્રેમ કરું છું, તો તે મને બચાવી લેશે. હવે પોતાની આ કરતૂત પર તેને અફસોસ થઈ રહ્યો છે. તેણે કહ્યું, હું ગામમાં પણ ભગવાનની ભક્તિ કરતો હતો. મારું મન થયું કે ભગવાન સૌ કોઈને મોતના મુખમાંથી બચાવી લે છે તો હું પણ કૂદીને જોઉં કે મારો કાનુડો મને બચાવે છે કે નઈ.

વિકાસનું કહેવું છે કે તેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી. યુવકની સ્થિતિ વિશે જણાવતા ડો. વિપિન ચાહરે કહ્યું કે, આ ઘટનામાં યુવકની પેલ્વિન બોન (કૂલ્હાનું હાડકું) માં ફ્રેક્ચર થયું છે. હાલમાં યુવકની હાલત ગંભીર છે.