ઉત્તર પ્રદેશમાં બની વિચિત્ર ઘટના, યુવતીને વોટ્સએપનું વળગણ પડ્યું ભારે - Sandesh
  • Home
  • India
  • ઉત્તર પ્રદેશમાં બની વિચિત્ર ઘટના, યુવતીને વોટ્સએપનું વળગણ પડ્યું ભારે

ઉત્તર પ્રદેશમાં બની વિચિત્ર ઘટના, યુવતીને વોટ્સએપનું વળગણ પડ્યું ભારે

 | 7:11 pm IST

ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લામાં બનેલી એક વિચિત્ર ઘટનામાં દુલ્હન વોટ્સએપમાં વધુ સમય વિતાવતી હોવાના બહાને દુલ્હાએ લગ્નબંધનમાં જોડાવાનો ઇનકાર કર્યો હતો.

પોલીસે જણાવ્યા મુજબ કન્યા અને તેના સંબંધીઓ નવગાંવ સાદત ગામમાં વરરાજાની રાહ જોઈ રહ્યા હતા. લાંબા સમયના વિલંબ બાદ ન આવવાથી કન્યાના પિતાએ વરરાજાના પિતાને ફોન કરતાં તેમણે કન્યા વોટ્સએપમાં વધુ સમય ફાળવતી હોવાથી લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો.

જોકે કન્યાના સંબંધીઓએ આ આરોપને ફગાવીને વરરાજાના પરિવાર પર દહેજ માગવાનો આરોપ લગાવ્યો હતો.

પોલીસે આપેલી માહિતી અનુસાર કન્યાના પિતા ઉરોજ મહેંદીએ વરરાજાના પરિવાર સામે રૃ. ૬૫ લાખનું દહેજ માગવાની ફરિયાદ દાખલ કરી છે.

મહેંદીએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેની પુત્રીના લગ્ન ફકીરપુરાના કમર હૈદરના પુત્ર સાથે નક્કી થયા હતા. લગ્નના દિવસે તેઓ પરિવાર અને મિત્રો સહિત વરરાજા અને એના પરિવારને આવકારવા એકઠા થયા હતા પણ તેઓ લાંબા સમય સુધી ન આવ્યા હોવાથી તેણે વરરાજાના પિતાને ફોન કર્યો હતો. ત્યારે તેમણે લગ્ન રદ કર્યા હોવાની જાણ કરી હતી.

બીજી તરફ વરરાજાના પરિવારે જણાવ્યું કે પમી સપ્ટેમ્બરે યોજાનારા લગ્ન તેમણે તોડી નાખ્યા કારણ કે કન્યા વોટ્સએપ પાછળ વધુ પડતો સમય વેડફતી હતી. તેમણે જણાવ્યું કે લગ્ન થવા અગાઉ પણ તે વરરાજાના પરિવારને વોટ્સએપ સંદેશા મોકલતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન