After Gujarat, Uttarakhand Also Changes In Motor Vehicle Act
  • Home
  • Featured
  • ગુજરાત બાદ BJP શાસિત આ રાજ્યએ પણ બદલ્યો ટ્રાફિક નિયમ, દંડમાં કર્યો મોટો ઘટાડો

ગુજરાત બાદ BJP શાસિત આ રાજ્યએ પણ બદલ્યો ટ્રાફિક નિયમ, દંડમાં કર્યો મોટો ઘટાડો

 | 11:09 pm IST

દેશભરમાં નવા ટ્રાફિક નિયમો અંતર્ગત વધારવામાં આવેલા ટ્રાફિક દંડમાં ગુજરાત બાદ હવે બીજેપી શાસિત ઉત્તરાખંડે પણ છૂટ આપવાની જાહેરાત કરી છે. ઉત્તરાખંડ સરકારે ટ્રાફિકનાં નિયમોનાં ઉલ્લંઘન માટે નવા દંડની પણ જાહેરાત કરી દીધી છે. બીજી તરફ કર્ણાટકનાં સીએમ કાર્યાલયએ પણ કહ્યું છે કે તેઓ પણ ગુજરાતનાં રસ્તે ચાલવાની યોજના બનાવી રહ્યા છે. ઉત્તરાખંડ સરકારે નવા નિમયમોમાં બદલાવ કરતા લાઇસન્સ વગર વાહન ચલાવનારાઓને છૂટ આપતા દંડની રકમને 2500 કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે લાઇનસન્સ વગર વાહન ચલાવનારાઓનો દંડ 500થી વધારીને 5 હજાર કરી દીધો હતો.

દંડની રકમમાં કર્યો અડધાથી પણ વધારે ઘટાડો

ગાડી ચલાવતા સમયે મોબાઇલનો ઉપયોગ કરવા પર નવો દંડ 5 હજાર હતો, જેને ઉત્તરાખંડ સરકારે પ્રથમ અપરાધ માટે 1 હજાર રૂપિયા અને ત્યારબાદ માટે 5 હજાર રૂપિયા કર્યો છે. અવાજ પ્રદૂષણ અથવા વાયુ પ્રદૂષણ સંબંધિત માપદંડોનાં ઉલ્લંઘન પર કેન્દ્ર સરકારે 10 હજાર રૂપિયાનો દંડ કર્યો હતો, જેને રાજ્ય સરકારે પ્રથમ અપરાધ માટે 2500 અને ત્યારબાદ 5 હજાર રૂપિયાનો કર્યો છે.

કલમ 66(1)ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને ગેરકાયદેસર પરમિટથી ગાડી ચલાવવા પર કેન્દ્રએ 10 હજાર રૂપિયાનો દંડ રાખ્યો હતો, જેને ઉત્તરાખંડ સરકારે ઘટાડીને પ્રથમ અપરાધ માટે 5 હજાર અને બીજા અપરાધ માટે 10 હજાર રૂપિયા કર્યો છે. ભારે વાહનોમાં ક્ષમતાથી વધારે માલ-સામાન લઇ જવા પર કેન્દ્ર સરકારે 20 હજારનો દંડ લગાવ્યો હતો, જેને ઉત્તરાખંડ સરકારે નાના વાહનો માટે 2 હજાર રૂપિયા અને મધ્યમ તેમજ ભારે વાહનો માટે 5 હજાર રૂપિયા કર્યો છે. માલનાં ગાડીની બહાર નીકળવા પર કેન્દ્ર સરકારે 20 હજાર દંડ કર્યો હતો, જેને ઉત્તરાખંડ સરકારે નાના વાહનો માટે 2 હજાર અને ભારે વાહનો માટે 5 હજાર કર્યો છે.

કર્ણાટક પણ ગુજરાતનાં રસ્તે

બીજી તરફ કર્ણાટકનાં સીએમ બીએસ યેદિયુરપ્પાનાં કાર્યાલય તરફથી કહેવામાં આવ્યું છે કે બુધવારનાં અધિકારીઓને ટ્રાફિકનાં દંડમાં ઘટાડો કરવા માટે ગુજરાત મૉડલનો અભ્યાસ કરવાનું કહેવામાં આવ્યું છે, જેથી એવા જ નિયમો લાગુ કરવામાં આવી શકે છે.

આ વિડીયો પણ જુઓ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન