ઉત્તરાખંડના CMની મોંઘેરી મહેમાનગતિ, 11 જ મહિનામાં કરાવ્યા આટલાના ચા-પાણી - Sandesh
  • Home
  • India
  • ઉત્તરાખંડના CMની મોંઘેરી મહેમાનગતિ, 11 જ મહિનામાં કરાવ્યા આટલાના ચા-પાણી

ઉત્તરાખંડના CMની મોંઘેરી મહેમાનગતિ, 11 જ મહિનામાં કરાવ્યા આટલાના ચા-પાણી

 | 4:58 pm IST

ત્રિવેંન્દ્ર સિંહ રાવતે ઉત્તરાખંડના મુખ્યમંત્રી તરીકેનો પદ સંભાળ્યા બાદ અત્યાર સુધીમાં મહેમાનોને ચા-પાણી કરાવવામાં જ 68 લાખ રૂપિયા ઉડાડી મુક્ત હોવાનો ખુલાસો થયો છે. રાજ્ય સરકારના સૂચના અધિકાર કાયદા (RTI) અંતર્ગત આ જાણકારી આપવામાં આવી છે.

ગત વર્ષે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે વિજય મેળવ્યો હતો. ત્રિવેન્દ્ર સિંહ રાવત 18 માર્ચ 2017ના રોજ ઉત્તરાખંડના મુખ્યમંત્રી બન્યાં હતાં. આરટીઆઈ કાર્યકર્તા હેમંત સિંહ ગૌનિયાએ 19 ડિસેમ્બર, 2017ના રોજ વડાપ્રધાન દ્વારા ચા-પાણી પર કરવામાં આવેલા ખર્ચાની જાણકારી માંગી હતી. રાજ્ય સચિવાયલ પ્રશાસન તરફથી આપવામાં આવેલી જાણકારી અનુંસાર, ઉત્તરાખંડ સરકારે 11 મહિનામાં જ 68, 59, 865 રૂપિયાના ચા-પાણી જ પાઈ દીધા હતાં. આ રકમ મંત્રીઓ અને જુદા જુદા વિભાગોના અધિકારીઓ દ્વારા મહેમાનોની આગતા સ્વાગતા કરવા પાછળ ખર્ચાઈ હતી.

ઉત્તરાખંડ સરકાર દ્વારા ચા-પાણી પાછળ કરવામાં આવેલા આટલા બધા ખર્ચને લઈને સોશિયલ સાઈટો પર લોકોએ તીખી પ્રતિક્રિયાઓ આપી હતી. સૌરવ સિન્હાએ ટ્વિટ કર્યું હતું કે, ‘અબ કી બાર રિફ્રેશમેંટ સરકાર’. આલોક કુમાર સિંહે પણ કહ્યું હતું કે, ‘રાષ્ટ્રવાદી નાસ્તા હૈ ભાઈ’. તેવી જ રીતે હરીશ માનના એક વ્યક્તિએ કહ્યું હતું કે, એવું લાગે છે કે ચા-પાણી વેચનારાઓની કમાણી આકાશે આંબી રહી છે.