uttarakhand heavy rainfalls weather forecast today
  • Home
  • Featured
  • ઉત્તરાખંડમાં ‘જળ પ્રલય’થી PM મોદી બેચેન, CM ધામી સાથે કરી વાત

ઉત્તરાખંડમાં ‘જળ પ્રલય’થી PM મોદી બેચેન, CM ધામી સાથે કરી વાત

 | 10:58 am IST
  • Share

ઉત્તરાખંડમાં ‘જળ પ્રલય’થી હાહાકાર, જનજીવન અસ્તવ્યસ્ત
સતત વરસાદ અને ભૂસ્ખલનને કારણે ચારધામ યાત્રા પર પ્રતિબંધ
સોમવારે ભૂસ્ખલનને કારણે 5 લોકોના મોત

ઉત્તરાખંડમાં સતત ત્રીજા દિવસે કુદરતનો કહેર વર્તાઇ રહ્યો છે. સતત વરસાદ અને ભૂસ્ખલનને કારણે ચારધામ યાત્રા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સોમવારે ભૂસ્ખલનને કારણે 5 લોકોના મોત થયા છે. ભારે વરસાદના કારણે લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે. નદી નાળાઓ છલકાઇ રહ્યા છે. વરસાદ સાથે બરફ પડતા પરિસ્થિતિ વણસી છે. નૈનીતાલ સહિત અનેક પ્રવાસન વિસ્તારોમાં પ્રવાસીઓ ફસાયેલા છે.

નૈનીતાલમાં તળાવનું પાણી મોલ રોડ ઉપર વહી રહ્યું છે. હવામાન વિભાગે ઉત્તરાખંડમાં આગામી 48 કલાક માટે એલર્ટ જાહેર કર્યું છે. એટલે કે અત્યારે વરસાદથી કોઈ રાહત મળવાની નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી અને મંત્રી અજય ભટ્ટ સાથે વાત કરી અને રાજ્યમાં ભારે વરસાદને કારણે ઉભી થયેલી પરિસ્થિતિનો તાગ મેળવ્યો.

ભારે તરાજીના દૃશ્યો આવ્યા સામે
નાળામાં ફસાયેલી કારનો ભયાનક વીડિયો રૂવાટા ઉભા કરી દે તેવો છે તો નૈનીતાલમાં ભૂસ્ખલનથી ડીએમ હાઉસ તુટી પડ્યુ છે. અવિરત વરસાદને કારણે ભૂસ્ખલનને કારણે નૈનીતાલને અન્ય રાજ્યો સાથે જોડતા હલદવાણી, કાલાધુંગી અને ભવલી રસ્તા બંધ કરવામાં આવ્યા છે. નૈનિતાલમાં ડીએમ નિવાસસ્થાન પણ ભૂસ્ખલનની ચપેટમાં આવી ગયું છે. મોટાભાગના નાળાઓ પાણીથી ભરાયેલા છે. તલ્લીતાલમાં નૈની લેક વોટર મોલ રોડ અને ડોથ રોડ પણ આવી ગયો છે. જેના કારણે લોઅર મોલ રોડ પર પાણી ભરાયા છે.

જંગલ ચાટીમાં ફસાયેલા 22 યાત્રાળુઓને બચાવી લેવાયા હતા.નૈનીતાલના નૈના મંદિરમાં પાણી ભરાયું છે. મલ્લીતાલમાં સ્થિત નૈના દેવીના મંદિર પરિસરમાં નૈની તળાવ પણ છલકાઈ ગયું છે.

બીજી બાજુ, ભોવાલી રોડ પર લગભગ અડધો ડઝન સ્થળોએ વિશાળ કાટમાળ આવી ગયો છે. આવી સ્થિતિમાં પોલીસ-વહીવટીતંત્રે નૈનીતાલ શહેરમાંથી પરત આવતા પ્રવાસીઓને રાત્રે શહેરમાં રહેવાની અપીલ કરી છે. ઉત્તરાખંડના નૈનીતાલમાં વાદળ ફાટ્યું છે, રામગઢમાં વાદળ ફાટતાં અનેક મકાન ધરાશાયી થયા છે. કેટલાક લોકો કાટમાળમાં દટાયાની આશંકા સેવાઇ રહી છે. પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટના સ્થળે

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો