NIFTY 9,934.80 +4.90  |  SENSEX 31,687.52 +24.78  |  USD 63.7800 -0.27
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • કોર્ટનો ઐતિહાસિક નિર્ણય, ગંગાને મળ્યા જીવિત મનુષ્ય જેવા અધિકાર

કોર્ટનો ઐતિહાસિક નિર્ણય, ગંગાને મળ્યા જીવિત મનુષ્ય જેવા અધિકાર

 | 8:47 pm IST

ઉત્તરાખંડની હાઈકોર્ટે આપણી ગંગા નદીને મનુષ્યની સમાન અધિકાર દેતા ઐતિહાસિક ચૂકાદો સંભળાવ્યો. નૈનીતાલ હાઈકોર્ટે ગંગા નદીને ભારતની પહેલી જીવિત નદીના રૂપમાં માન્યતા આપી છે. આશા છે કે કોર્ટના આ નિર્ણયથી દેશની સૌથી પવિત્ર માનવામાં આવતી આ નદીના પણ સારા દિવસો ઝડપથી આવશે. હજી સુધી વિશ્વમાં કેવળ ન્યૂઝિલેન્ડની વાનકુઈ નદીને જ જીવિત મનુષ્ય સમાન અધિકાર પ્રાપ્ત હતા. જોકે મળેલી વિગતો પ્રમાણે કોર્ટે પોતાના ચૂકાદામાં યમુના નદીને પણ શામેલ કરી છે.

સોમવારે વરિષ્ઠ ન્યાયાધિશ રાજીવ શર્મા અને આલોકસિંહની ખંડપીઠમાં હરિદ્વાર નિવાસી મો. સલીમની જાહેર હિતની અરજી પર સુનાવણીમાં અદાલતે આ નિર્ણય સંભળાવ્યો. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે બંને રાજ્ય ગંગાથી જોડાયેલી નહેરોની પરિસંપત્તિની ભાગીદારી નથી કરતા.

uttarakhand-highcourt

આ નિર્ણય સંભળાવતા નૈનીતાલ હાઈકોર્ટે દેહરાદૂનના ડીએમને ઠકરાનીની શક્તિ નહેરથી 72 કલાકમાં અતિક્રમણ હટાવવા આદેશ આપ્યો. સાથે જ મામલામાં કેન્દ્ર સરકારે 8 સપ્તાહમાં ગંગા મેનેજમેન્ટ બોર્ડ બનાવવાનો અને મુખ્ય સચિવ, મહાનિદેશક અને મહાઅધિવક્તાને કોઈ વાદને સ્વતંત્ર રૂપે ન્યાયાલયમાં લાવવા માટે અધિકૃત કર્યા.

આ નિર્ણયથી આશા જાગી છે કે ઉત્તરપ્રદેશમાં પણ ગંગાની હાલતમાં સુધાર થશે. ઉત્તરાખંડથી ઉત્તરપ્રદેશમાં ઘુસતા જ ગંગા ગંદા નાળામાં  બદલાઈ જાય છે. એટલે સુધી કે ગંગાનું ઉદ્ગમ સ્થળ ગંગોત્રી ગ્લેશિયર પણ પ્રદૂષણયુક્ત છે. હવે બંને પ્રદેશોમાં ભાજપની સરકાર આવ્યા પછી પણ ગંગાના કાયાકલ્પના સપના પૂરા થવાની આશા એક વાર ફરીથી બંધાઈ છે. કારણકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ભાષણોમાં અવારનવાર ગંગા અને બીજી નદીઓની સફાઈનો ઉલ્લેખ કરે છે. એ માટે તેમની કેન્દ્ર સરકારે નમામિ ગંગે પરિયોજના પણ શરૂ કરી છે. જોકે અવારનવાર આ પરિયોજના વિવાદોમાં ધેરાયેલી રહી છે.

ઉમા ભારતીએ નિર્ણયને આવકાર્યો

ઉમા ભારતીએ કહ્યું કે આપણે તો હમેંશા ગંગાને મૈયા કહીએ છીએ. મૈયા તો મા હોતી હૈ, તે જીવિત જ હોય છે. હાઈકોર્ટે તેની પુષ્ટિ કરી દીધી.